શોધખોળ કરો

AMTS ભાડે લેનારા માટે ભાડામાં ધરખમ ડિસ્કાઉન્ટનો નિર્ણય, જાણો 12 કલાકનું ભાડુ ?

અમદાવાદીઓ માટે 15મી ઓગસ્ટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે.

AMTS News: અમદાવાદીઓ માટે 15મી ઓગસ્ટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં દોડતી એએમટીએસ બસ હવે ભાડા પર લેનારાઓને મસમોટુ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. એએમટીએસ કમિટીએ આજે એક મહત્વનો નિર્ણય લેતા 12 કલાકથી વધુ ભાડે એએમટીએસ બસ લેનારાઓને 25 ટકા સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. અમદાવાદ એએમટીએસ બસ કમિટીએ આજે નિર્ણય લીધો છે કે, 12 કલાક એએમટીએસ ભાડે લેનારાઓને 25 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, ખાસ વાત છે કે, અમદાવાદીઓ લગ્ન પ્રસંગ કે અન્ય સારા પ્રસંગોમાં એએમટીએસ બસને ભાડે લેતાં હોય છે, હવે 12 કલાક માટે એએમટીએસ બસનું ભાડું 12 હજારથી 9 હજાર કરવામાં આવ્યું છે, એટલે કે, પહેલા કરતાં ભાડામાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. જે પહેલા 12 હજાર હતુ તે હવે 9 હજાર કરીને અમદાવાદીઓને મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યુ છે. 

ટૂંક સમયમાં અમદાવાદમાં AMTS અને BRTS માટે આવી શકે છે એક ટિકિટ

આગામી વર્ષ સુધીમાં AMTS અને BRTS માટે એક ટિકિટ અમલી બનાવવા તંત્રનું આયોજન છે. AMTS અને BRTS ના સમાંતર રૂટ અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં BRTS ના રૂટ ઉપર ચાલતી AMTS ની બસોની યાદી મંગાવવામાં આવી છે. મુસાફરોને અલગ અલગ ટિકિટ ન લેવી પડે તે માટે યોજના બનાવવામાં આવશે. આગામી 8 થી 9 મહિનામાં AMC એક્શન પ્લાન તૈયાર કરીને જાહેરાત કરી શકે છે. જોકે નજીકના દિવસોમાં આ યોજના અમલી બનાવવાનું કોઈ આયોજન નથી. શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટને આગામી એક વર્ષમાં ચાર તબક્કામાં ઈન્ટિગ્રેટ કરી દેવાની વાત ચાલી રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં AMTS અને BRTSનું ભાડું સરખું કરાશે, બીજા તબક્કામાં બને બસ સર્વિસમાં એક જ ટિકિટમાં મુસાફરી કરી શકાશે, ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝેશન કરાશે અને ચોથા તબક્કામાં જરૂર હોય તે રૂટમાં બસ શરૂ કરાશે. આવનારા સમયમાં મેટ્રો સાથે પણ વિચારણા કરવામાં આવશે તેવું AMC દ્વારા જણાવ્યું છે.

એક જ ટિકીટ અને એક સરખા ભાડામાં થઈ શકશે મુસાફરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે પહેલા તબક્કાની વાત કરીએ તો હવે એક જ ટિકીટ અને એક સરખા ભાડામાં મુસાફરી થાય તેવો અમલ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા તબક્કામાં બંને બસ સર્વિસની ટિકિટ એક કરવામાં આવશે. જેથી કોઈ પણ મુસાફર એક જ ટીકિટ દ્વારા બંને બસ સર્વિસની કોઈપણ બસમાં મુસાફરી કરી શકશે. ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝેશ કરાશે. આ મુદ્દે બીઆરટીએસના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ કમિશનર વિશાલ ખનામાએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ અમદાવાદમાં બે પરિવહનની વ્યવસ્થામાં પ્રથમ તબક્કામાં બન્ને સંસ્થાઓના ભાડા સરખા કરી 5, 10, 15ના ગુણાંકમાં કર્યા છે. વિશાલ ખનામાએ વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરો આગામી સમયમાં એક જ ટિકિટથી બીઆરટીએસ અને એમટીએસમાં સફર કરી શકે તેવું આયોજન AMC દ્વારા કરવામાં આવ્યું છે.પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ વધે એ માટે લાસ્ટ માઈલ કનેક્ટિવિટી સુધારવાના ભાગરૂપે AMTS અને BRTSના ભાડા સરખા કરવામાં આવ્યા છે. જેથી ભવિષ્યમાં લોકો બન્ને વ્યવસ્થાનો લાભ એકસાથે લઈ શકે. આ ઉપરાંત ભવિષ્યમાં બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રોના રૂટ એકબીજા સાથે ઓવરલેપ ન થાય અને સારામાં સારી ટ્રાન્સપોર્ટની સુવિધા મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget