શોધખોળ કરો
Advertisement
અમદાવાદ પછી હવે સુરતમાં પણ શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ, જાણો ક્યારથી શરૂ થશે અમલ ?
સુરતમાં પણ આગામી 9મી મેથી 14મી સુધી શાકભાજી વિક્રેતા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકોને જરૂરી શાકભાજી ખરીદવા માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ગઈ કાલ રાતથી દૂધ અને મેડિકલ સિવાયની તમામ દુકાનો 15મી મે સુધી બંધ કરાવી દેવામાં આવી છે. અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં પણ આગામી 9મી મેથી 14મી સુધી શાકભાજી વિક્રેતા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકોને જરૂરી શાકભાજી ખરીદવા માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, સુરતમાં શાકભાજી, કારીયાણા અને દૂધના 25 વિક્રેતાઓને કોરોના ચેપ લાગ્યો છે. સુરતમાં આ વોરો સુપર સ્પ્રેડર સાબિત થયા છે. સુરતમાં 16 શાકભાજી વિક્રેતાને કોરોના પોઝિટિવ આવ્યા છે. દૂધનું વેચાણ કરનારા ચારને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે રિયાણાની દુકાન ચલાવનાર 5 લોકોને પોઝિટિવ આવ્યા છે. સુરતમાં APMC પણ બંધ કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં કોરોનાવાયરસના ચેપના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે તેને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકડાઉનનો અત્યંત કડક રીતે અમલ કરાવવાનો નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે અમદાવાદમાં 15 મે સુધી દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ જાહેરાતનો અમલ ગઈ કાલે રાત્રે બાર વાગ્યાથી તેનો અમલ શરૂ થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિમાયેલા કમિશનર મુકેશ કુમારે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ શાકભાજીની દુકાનો પણ બંધ કરી દેવાશે. અમદાવાદમાં શાકભાજીના ફેરિયા કોરોનાના સુપર સ્પ્રેડર હોવાથી તેમની લારીઓ તથા દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ડો. રાજીવ ગુપ્તા અને નવા કમિશનર મુકેશ કુમારે આજે હાઈકમાન્ડની મીટિંગ બોલાવી હતી. બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જેમાં દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે.ઉપરાંત શહેરનાં તમામ 48 વોર્ડ માટે કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી બનાવવા આદેશ આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement