શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
BRTS કોરિડોરમાં તમારું વાહન લઈને ઘુસતા પહેલાં અમદાવાદીઓ ચેતજો! ગૃહમંત્રીએ શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત
અમદાવાદ અને સુરતમાં બેફામ દોડતી BRTS બસો નિર્દોષ લોકોના ભોગ લઈ રહી છે જેની સરકારે ગંભીર નોંધ લીધી છે.
ગાંધીનગર: અમદાવાદ અને સુરતમાં બેફામ દોડતી BRTS બસો નિર્દોષ લોકોના ભોગ લઈ રહી છે જેની સરકારે ગંભીર નોંધ લીધી છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં સોમવારે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
ગૃહમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, અમદાવાદમાં તાજેતરમાં BRTS દ્વારા થયેલા અકસ્માતમાં યુવાનોના થયેલ મૃત્યુ અંગે સરકાર અત્યંત સંવેદશશીલ છે. અમદાવાદમાં ટ્રાફિક નિવારવા કમિટી બનાવવાનો સરકારે નિર્ણય કર્યો છે.
ગૃહમંત્રી અને મહેસૂલ મંત્રીની ઉપસ્થિતિમાં મેયર, પોલીસ વડા, કમિશનર, અમદાવાદના ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી જેમાં દરેક ધારાસભ્યો પાસે ટ્રાફિક ઘટાડવા અને BRTS મુદ્દે રજુઆતો સાંભળી હતી. કમિશનર સહિતના અધિકારીઓને બેફામ દોડતી BRTS બસ ઉપર કાબૂ મેળવવા માટે કડક આદેશ આપી દેવામાં આવ્યા છે.
આ અંગે પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ કમિશનર અધ્યક્ષ અને મ્યુનિ.કમિશનર ઉપાધ્યક્ષપદે કમિટીની રચના કરાશે. ટ્રાન્સપોર્ટ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) અને સિટી ઈજનેર સહિતના સભ્યો રહેશે.
દર 15 દિવસે કમિટી મળશે. અમદાવાદની ટ્રાફિકની સમસ્યા નિવારવા ઉપર પરાર્મશ કરશે. BRTS દ્વારા અકસ્માત ન થાય તેના ઉપર ધ્યાન આપવામાં આવશે. BRTS કોરિડોરમાં ખાનગી વાહન ન ઘૂસી જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. જે વાહનો ઘૂસી જશે તે સંદર્ભે કોગ્નિઝેબલ ગુનો ગણી કાર્યવાહી કરવામાં આવશે.
BRTSની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવશે. ડ્રાઈવરોનો વર્કલોડ ઘટે તેવા પ્રયત્નો કરવામાં આવશે. જરૂર પડે ત્યાં સ્પીડ બ્રેકર પણ મુકવામાં આવશે. BRTS કોરિડોરને વધુ સુસજ્જ બનાવાશે. હાલમાં નબળી લેન્ડવિથને કારણે સારા ફુટેજ મળતાં નથી જે અંગે સત્વરે કાર્યવાહી કરાશે.
ગૃહમંત્રીએ અમદાવાદના ત્રણ BRTS રૂટનું નીરિક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. આજે 12 વાગે ગૃહમંત્રી પાંજરાપોળ, વાણીનાથ ચોક અને દિલ્હી દરવાજા એમ ત્રણ રૂટનું નિરીક્ષણ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
શિક્ષણ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion