શોધખોળ કરો
Advertisement
ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં ત્રીજા ઉમેદવાર તરીકે કયા પાટીદાર નેતાને ઉતાર્યા મેદાનમાં? જાણો વિગત
ભાજપે મોડી રાત્રે રાજ્યસભાની ચૂંટણી માટે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનનું નામ કર્યું જાહેર.
ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતમાં ત્રીજા ઉમેદવારની પણ જાહેરાત કરી છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પાટીદાર નેતા નરહરિ અમીનને ટિકિટ આપી છે. ગુજરાતમાં ચાર બેઠકો માટે આગામી 26 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ પહેલા ગુજરાત ભાજપના બે ઉમેદવારો જાહેર કર્યા હતા. ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાજકોટના જાણીતા વકીલ અભય ભારદ્ધાજ અને ખેડબ્રહ્માના રમીલાબેન બારાના નામની જાહેરાત કરી છે. જોકે, પાછળથી નરહરિ અમીનના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.
હવે અમીનના નામની જાહેરાત કરતાં મતદાન થવાનું નક્કી થઈ ગયું છે. ભાજપને જો ત્રીજી બેઠક કબ્જે કરવી હોય તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરાવવું પડે. જોકે, હાલ, તો કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી સાથે જ હોવાનો દાવો કરી રહ્યા છે. બીજી તરફ ગઈ કાલે બીટીપીના છોટુ વસાવાએ રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ કિંગ મેકર બનશે, તેમ જણાવ્યું હતું.
રમીલાબેન બારા આદિવાસી સમાજમાંથી આવે છે. તેઓ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ભાજપ પ્રદેશ સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છે. રમીલાબેન આદિજાતી વિકાસ વિભાગના ચેરમેન છે. તો અજય ભારદ્ધાજ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. તેઓ બાર એસોસિએશન રાજકોટના પૂર્વ પ્રમુખ છે. તેઓ ગુજરાત હાઇકોર્ટમાં વકીલ છે.
ગુજરાતની રાજ્યસભા ચૂંટણીનું શું છે ગણિત?
ગુજરાતની રાજ્યસભાની ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થાય તો બંને ઉમેદવારને સરખા પ્રેફરન્સ વોટ જોઇએ. જેના માટે નિયત ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. તેના વડે જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મત એક ઉમેદવારને જીતવા માટે જોઇએ. રાજ્યસભામાં 4 જગ્યા ખાલી પડશે. જેમાં એક ઉમેરતા 5 થાય અને હાલ 179 ધારાસભ્યો છે. જેથી તેને 5 વડે ભાગવાથી 35.8 થાય જેમાં એક ઉમેરતા 36.8 જેને પૂર્ણાંક ગણતા 37 મતની જરૂરિયાત રહે. જેથી ત્રણ બેઠક મેળવવા માટે ભાજપને કુલ 111 MLAના મતની જરૂર પડે. પરંતુ ભાજપ પાસે હાલ 103 અને કોંગ્રેસ પાસે 73 ધારાસભ્યો છે. જેથી કોંગ્રેસને બે સીટ જીતવા 74 મતની જરૂર પડશે. આમ કોંગ્રેસને એક મત ખૂટશે, જેની ભરપાઈ અપક્ષ ધારાસભ્ય મેવાણી અને બીટીપીના બે સભ્યોનો સાથ મળતા થઈ શકે છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા 8 સભ્યોની ઘટ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement