શોધખોળ કરો
Advertisement
Ahmedabad : કોંગ્રેસ કાર્યાલય ખાતે બજરંગદળના કાર્યકરોએ નેતાઓના ચહેરા પર લગાવી કાળી શાહી, જાણો શું છે સમગ્ર મામલો
રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસી નેતાઓના ચહેરા પર કાળી શાહી લગાવવાની ઘટના સામે આવતા રાજકારણ ગરમાયું છે. વહેલી સવારે કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે લાગેલ વિવિધ પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી.
અમદાવાદઃ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસી નેતાઓના ચહેરા પર કાળી શાહી લગાવવાની ઘટના સામે આવતા રાજકારણ ગરમાયું છે. વહેલી સવારે કોઈ અજ્ઞાત લોકોના ટોળાએ કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે લાગેલ વિવિધ પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી. વહેલી સવારે 15 થી 20 લોકોના ટોળાએ આવું કાર્ય કર્યું હોવાની વિગતો સામે આવી છે.
અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ કોંગ્રેસના પોસ્ટર પર કાળી શાહી લગાવી વિરોધ નોંધાવ્યો છે. જગદીશ ઠાકોરના લઘુમતી સમાજ પર કરેલા નિવેદનને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, તેમ જ્વલિત મહેતાએ જણાવ્યું હતું. કોંગ્રેસ ભવન પર હજ હાઉસ એવું લખાણ પણ લખવામાં આવ્યું છે.
પોસ્ટર પર કોંગ્રેસના નેતાઓ પર કાળી શાહી લગાવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement