Ahmedabad News: કાંકરિયામાં આ સમય સુધી બંધ રહેશે બોટિંગ, આ કારણે લેવાયો નિર્ણય
Ahmedabad News: વડોદરાની હરણી દુર્ઘટનાથી સંજ્ઞાન લેતા અમદાવાદ કાંકરિયામાં એમઓયુ કરાયા બાદ બોટિંગ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
Ahmedabad News: વેકેશનના સમયમાં કાંકરિયામાં બોટિંગની મજા માણતા જતાં માટે આ સમાચાર મહત્વના છે. જો આપ બોટિંગ માટે કાંકરિયા જઇ રહ્યાં હો તો આ બોટિંગ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે વેકેશનના સમયમાં કાંકરિયામાં બોટીંગ બંધ રહેશે. હાઇકોર્ટના આદેશ અનુસાર નવા ધારા ધોરણના પાલન માટે પોલીસ કમિશનરના આદેશ અનુસાર કાંકરીયા લેક ફ્રન્ટમાં 40 વર્ષથી ચાલતા બોટિંગ સર્વિસને બંધ કરવામાં આવી છે. હવે નવેસરથી એમઓયુ કરાયા બાદ બોટિંગ સુવિધા શરૂ કરાશે આ પહેલા રિવરફ્રન્ટ પર 19 જાન્યુઆરીએ બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, વડોદરા ની હરણી તળાવ બોટીંગ દુર્ઘટના બાદ થયેલી જાહેર હિતની અરજીને હાઇકોર્ટે નાગરિક સુરક્ષા માટે આપેલા આદેશ અનુસાર ગૃહ વિભાગે અમદાવાદના ત્રણ સ્થળે બોટિંગની નોટિસ આપી જેમાં રિવરફ્રન્ટ કાંકરિયા લેકનું બોટિંગનો પણ સમાવેશ થાય છે જોકે વેકેશનની રજાના સમયે મોટી સંખ્યામાં લોકો બોટીંગ નો લાહવો ઉઠાવતા હોય છે પરંતુ નવા નિયમો ચૂંટણી પછી જ બની શકે છે જેથી આખું વેકેશન માટેઅમદાવાદી આ વખતે બોટિંગની મજા નહિ માણી શકે. નવા એમઓયુ થયા બાદ જ બધા ધારા ધોરણને લાગુ કરાયા બાદ અમદાવાદમાં બોટિંગ સેવા શરૂ થશે પરંતુ આ બધી જ પ્રક્રિયાં ઇલેકશનના કારણે વિલંબ થશે જેથી વેકેશનમાં બોટિંગ સેવા શરૂ નહિ થઇ શકે.
ઉલ્લેખનિય છે કે હરણી દુર્ઘટનાથી સંજ્ઞાન લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેરમાંની કાળજું કંપાવનારી ઘટના બની હતીય અહીં હરણી તળાવમાં બોટ ડૂબી જતાં સાતથી વધુ વિદ્યાર્થીના મોત થયા છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે આવ્યા હતા.તેમની સાથે ળાના શિક્ષકો પણ હતા
હરણી તળાવમાં એક બોટમાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો બેઠા હતા. તળાવના મધ્યમાં જ અચાનક બોટ પલટી મારી ગઈ અને બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબી ગયા હતા. જો કે કેટલાકને તો બહાર કાઢી લેવાયા. પરંતુ 7થી વધુ વિદ્યાર્થી અને 2 શિક્ષકોના ડૂબી જવાથી મોત થયા હતા. આ ઘટના બાદ તંત્ર જાગૃત થયું છે અને બોટિંગને લઇને ધારા ધોરણો સખત કરવાની કવાયત હાથ ધરી છે.