શોધખોળ કરો

પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં છતાં કોંગ્રેસના બંને ઉમેદવારો હજુય જીતી શકે છે, જાણો કઈ રીતે?

કોંગ્રેસનો પાંચ ધારાસભ્યોના રાજીનામા સાથે વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા 175 થઈ ગઈ છે. વધુ એક રાજીનામું પડે તો સભ્ય સંખ્યા 174 થાય.

ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણીને કારણે ગુજરાત કોંગ્રેસમાં ફરી ભંગાણ પડ્યું છે. રવિવારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં અને સોમવારે સવારે મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દેતાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે. આ રાજકીય ઉથલ પાથલના કારણે હવે કોંગ્રેસે રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. અલબત્ત કોંગ્રેસ ધારે તો હજુ પણ પોતાના બંને ઉમેદવારોને જીતાડી શકે છે. આ માટે કોંગ્રેસે પોતાના એક પણ ધારાસભ્યનું રાજીનામું ના પડે અથવા પોતાના મહત્તમ એક ધારાસભ્યનું રાજીનામું પડે અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના બંને ધારાસભ્યોના મત તેને મળે એવી સ્થિતી સર્જવી પડે. કોંગ્રેસનો પાંચ ધારાસભ્યોના રાજીનામા સાથે વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા 175 થઈ ગઈ છે. વધુ એક રાજીનામું પડે તો સભ્ય સંખ્યા 174 થાય. રાજ્યસભાના ગણિત પ્રમાણે વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાને ઉમેદવારની સંખ્યાથી ભાગાકાર કરવો પડે અને જે રકમ આવે એટલા મતની જીતવા માટે જરૂર પડે. વિધાનસભામાં હવે કુલ 174 ધારાસભ્યો છે અને પાંચ ઉમેદવાર મેદાનમાં છે. આ ગણિત મુજબ એક ઉમેદવારને 35 મત મળે તો ઉમેદવાર જીતી શકે. ભાજપના 3 ઉમેદવારે જીતવા કુલ 35×3=105 મતની જરૂર પડે. હાલમાં ભાજપ પાસે 103 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. એનસીપીના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને 104 પર પહોંચે અને ભાજપે જીતવા માટે માત્ર 1 મતનો ખેલ પાડવો પડે. કોંગ્રેસ પાસે હાલ 68 ધારાસભ્યો છે અને વધુ એક ધારાસભ્ય જાય તો 67 થાય. કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા 35×2 એટલે કે 70 મત જોઈએ. અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસના ઉમેદવારને મત આપશે એ નક્કી છે. હવે બીટીપીના બંને ધારાસભ્યો કોંગ્રેસને પડખે રહે તો કોંગ્રેસના સમર્થનમાં 70 મત પડે ને કોંગ્રેસ જીતી શકે.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ
ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Embed widget