Ahmedabad: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ઈમારત ધરાશાયી, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે
અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં ઇમારત ધરાશાયી છે. સોનલ સિનેમા નજીક ઇમારત ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે. ગોલ્ડન ફ્લેટ નામની ઇમારત ધરાશાયી થઈ હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો છે.
અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં ઇમારત ધરાશાયી છે. સોનલ સિનેમા નજીક ઇમારત ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે. ગોલ્ડન ફ્લેટ નામની ઇમારત ધરાશાયી થઈ હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો છે. કોલ મળતા જ પાંચ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેટલા લોકો આ ઈમારતમાં દબાયા તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. ઘરાશાયી થયેલી બિલ્ડીંગ 35 વર્ષ જૂની હોવાની માહિતી સામે આવી છે.
ઇતિહાસમાં પ્રથમ વાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે
GANDHINAGAR: શિક્ષક કભી સાધારણ નહિ હોતા. ચાણક્ય દ્વારા કહેવાયેલું આ વાક્ય વર્ષોથી સાર્થક થતું હોય તેમ દેશના પ્રધાનમંત્રીની લઇને રાષ્ટ્રપતિ પણ શિક્ષકોને સન્માન આપતા રહ્યા છે. વધુ એક આવી ઘટના ગુજરાતમાં બનવા જઈ રહી છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું 29મુ રાષ્ટ્રીય અધિવેશન 12 અને 13મી મે દરમિયાન ગાંધીનગરના વલાદ ખાતે યોજાશે. ઇતિહાસમાં પ્રથમ વાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાઈ રહ્યું છે. બે દિવસના આ અધિવેશનનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે. ગુજરાત અને દેશભરમાંથી આવેલા શિક્ષકોને પ્રધાનમંત્રી સંબોધશે. અધિવેશનમાં શિક્ષક, શિક્ષણ, શિક્ષણ નીતિ વગેરે બાબતો અંગે ચર્ચા થશે. આ અધિવેશનમાં ગુજરાત અને દેશમાંથી 80 હજાર શિક્ષકો આવવાનો અંદાજ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
વર્ષ 1954માં પ્રથમ વખત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની અધિવેશન યોજાયું હતું. ત્યારબાદ કુલ 28 રાષ્ટ્રીય અધિવેશન યોજાયા અને હવે શુક્રવારથી 29માં બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. શરૂઆતમાં દર વર્ષે અને ત્યારબાદ દર બે વર્ષે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશન યોજાતા રહ્યા. ક્યારેક કેટલાક વર્ષોના અંતરે પણ અધિવેશન યોજાયા છે. દેશના વિવિધ રાજ્યોમાં આ અધિવેશન યોજાતા રહ્યા છે. જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત આ વખતે ગુજરાત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનનું યજમાન બન્યું છે.
ભૂતકાળમાં ક્યાં અને ક્યારે અધિવેશન યોજાયું હતું.?
1954 નાગપુર- મહારાષ્ટ્ર
1955 જગન્નાથપુરી-ઓરિસ્સા
1956 કાનપુર-ઉત્તરપ્રદેશ
1957 કલકત્તા-પશ્ચિમ બંગાળ
1959 મુંબઈ મહારાષ્ટ્ર
1962 ગૌહાટી-આસામ
1964 પટના-બિહાર
1968 હૈદરાબાદ
1971 જલંધર;પંજાબ
1975 દિલ્હી
1977 મુંબઈ-મહારાષ્ટ્ર
1979 ચેન્નાઇ-તામિલનાડુ
1981 ન્યુ દિલ્હી
1984 પટના-બિહાર
1986 ન્યુ દિલ્હી
1988 ન્યુ દિલ્હી
1990 હરિદ્વાર-ઉત્તરપ્રદેશ
1994 ચેન્નાઈ-તામિલનાડુ
1996 ભુવનેશ્વર-ઓરિસ્સા
1998 ત્રિચુર-કેરાલા
2000 આનંદપુર-પંજાબ
2002 બેગ્લોર-કર્ણાટક
2005 નાગપુર-મહારાષ્ટ્ર
2007 જયપુર-રાજસ્થાન
2010 કુરુક્ષેત્ર-હરિયાણા
2013 ગૌહાટી-આસામ
2015 બેંગ્લોર-કર્ણાટક
2018 બૌધ ગયા -બિહાર
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્દઘાટન કરનાર નરેન્દ્ર મોદી દેશના ચોથા પ્રધાનમંત્રી બનશે. અગાઉ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. જવાહરલાલ નહેરુ, સ્વ. ઈન્દીરા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધી પણ રાષ્ટ્રીય અધિવેશનમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ અને રાજનાથસિંહ પણ રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી ચૂક્યા છે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ 24 રાજ્યો સાથે સંલગ્નતા ધરાવે છે. દેશના 30 લાખ પ્રાથમિક શિક્ષકો આ સંગઠન સાથે જોડાયેલા છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનમાં કુલ 24 જેટલા રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ હાજર રહેશે. જેમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, ગોવા, હરિયાણા, હિમાચલપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો અને પદાધિકારીઓ હાજર રહેશે. આમ કુલ 24 રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પદાધિકારીઓ અને સભ્યો ગુજરાતમાં હાજરી આપશે. આ અધિવેશનમાં શિક્ષકોની કામગીરી અને શિક્ષણ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ રાજ્યમાં શિક્ષકોને પડી રહેલી તકલીફ અને શિક્ષણમાં નવી કામગીરી બાબતે પણ એક બીજા સાથે ચર્ચા કરવામાં આવશે.