શોધખોળ કરો
Advertisement
Ahmedabad : પાલિતાણા પરિક્રમા કરીને પરત ફરી રહેલા પરિવારને નડ઼્યો અકસ્માત, 5નાં મોત
ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો. દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
અમદાવાદઃ ધોળકાના વારણા પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખંભાતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકો તમામ ખંભાતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં કોઠ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો. દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર સાથે અકસ્માત બાદ ઈકો કારના કુરચે કુરચા નીકળી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement