શોધખોળ કરો

Gujarat Superfast Train: વંદે ભારત ટ્રેન બાદ ગુજરાત સુપરફાસ્ટ ટ્રેન સાથે ઢોર અથડાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Gujarat Superfast Train: વંદે ભારત ટ્રેન સાથે એક અઠવાડિયામાં બે વખત ઢોર અથડાવાની ઘટના સામે આવી ચૂકી છે. તો હવે આણંદથી નડિયાદ તરફ જતી ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનની વચ્ચે ઢોર આવ્યું હતું.

Gujarat Superfast Train: વંદે ભારત ટ્રેન સાથે એક અઠવાડિયામાં બે વખત ઢોર અથડાવાની ઘટના સામે આવી ચૂકી છે. તો હવે આણંદથી નડિયાદ તરફ જતી ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનની વચ્ચે ઢોર આવ્યું હતું. મુંબઈથી અમદાવાદ ટ્રેન જઈ રહી હતી ત્યારે આ ઘટના સામે આવી હતી. વંદે ભારત ટ્રેનનો ગઈકાલે અકસ્માત થયો હતો તે જ ટ્રેક પર આજે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો. ટ્રેન સાથે ઢોર અથડાતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા. ઢોર ટ્રેન નીચે કપાતા રેલ વ્યવહારને અસર થઈ હતી. જો કે, થોડીવાર ટ્રેન રોકાઈ હતી અને બાદમાં ટ્રેન ફરી શરૂ થઈ હતી.

 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત થયો છે.  ગુજરાતના આણંદ સ્ટેશન નજીક શુક્રવારે વંદે ભારત એક્સપ્રેસ ગાય સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગને નજીવું નુકસાન થયું હતું. દુર્ઘટના સમયે ટ્રેનનો ડ્રાઈવર સંપૂર્ણ સતર્ક હતો. તેણે તરત જ ટ્રેનની વ્હીસલ વગાડી અને બ્રેક લગાવી, પરંતુ રિસ્પોન્સનો સમય ઓછો હતો. આ અકસ્માત ગાંધીનગર-મુંબઈ વચ્ચે થયો હતો. બે દિવસમાં આ બીજો અકસ્માત છે. એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે નવી શરૂ થયેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેન ચાર ભેંસ સાથે અથડાઈ હતી. જેમાં ટ્રેનના આગળના ભાગને જ નુકસાન થયું હતું. જેને 20 મિનિટ બાદ રવાના કરવામાં આવી હતી.

રેલ્વે અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ટ્રેનને કોઈ મોટું નુકસાન થયું નથી, સિવાય કે તેની આગળની પેનલ પર એક નાનો ઘોબો પડ્યો હતો. આ ઘટના શુક્રવારે બપોરે 3:48 કલાકે મુંબઈથી લગભગ 432 કિલોમીટર દૂર આણંદ નજીક બની હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આ વાતની પુષ્ટિ કરી હતી. તેણે જણાવ્યું કે ટ્રેનના આગળના ભાગમાં એક નાનો ઘોબો પડ્યો છે.  તમામ મુસાફરો સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમી હાઈ સ્પીડ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. 6 દિવસ બાદ ટ્રેન સતત બે વખત અકસ્માતનો શિકાર બની રહી છે. સદનસીબે બંને દિવસે બનેલા અકસ્માતમાં મુસાફરોને કોઈ જાનહાનિ થઈ ન હતી.

એક્સપ્રેસ કોચિંગ કેર સેન્ટરમાં રાતોરાત સમારકામ કરવામાં આવ્યું હતું

ભેંસના માલિક સામે FIR નોંધાઈ

ગુરુવારે મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ સાથે અથડાઈ ગયેલી ભેંસોના માલિકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. માલિકોને પકડવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી રહી છે. આ અકસ્માત ગેરતપુર અને વટવા સ્ટેશન વચ્ચે થયો હોવાનું જાણવા મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget