મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાળકોના શિક્ષણને લઈને વાલીઓને કરી મોટી ટકોર
અમદાવાદ: ઉડાન બૂકના વિમોચન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વાલીઓને સલાહને બાળકોના શિક્ષણને લઈને સલાહ આપી છે. તેમણે કહ્યું કે, દ્રષ્ટિહીન અને અજ્ઞાની બંને એક સરખા ગણાય
અમદાવાદ: ઉડાન બૂકના વિમોચન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વાલીઓને સલાહને બાળકોના શિક્ષણને લઈને સલાહ આપી છે. તેમણે કહ્યું કે, દ્રષ્ટિહીન અને અજ્ઞાની બંને એક સરખા ગણાય.આત્યરે છોકરો 1લા ધોરણમાં છે કે બોર્ડમાં તે જ ખબર નથી પડતી. છોકરાઓ ઉપર જુલમ કરતા હોય તેવું લાગે છે. સંતાનના ભવિષ્ય માટેની ચિંતા વ્યાજબી છે પણ પ્રેશર ટેકનિક અયોગ્ય છે. પ્રેશરના કારણે નાના મોટા અણબનાવ બને છે. એકાદ વિષયમાં ફેલ થયેલું સંતાન ઘરે ન પહોંચે તેવું વાતાવરણ હોય છે. બાળકો તેમની રુચિ મુજબ આગળ વધે તે જરૂરી છે.
આ પ્રસંગે સાંસદ નરહરિ અમીને પણ નિવેદન આપ્યું હતું. ધો. 10 અને 12 પછી બાળકો અને વાલીઓને પ્રવેશ માટે ચિંતા હોય છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે 150 પેજની ઉડાન બુક તૈયાર કરી છે. 1993માં હું શિક્ષણમંત્રી હતો ત્યારે ગુજરાતમાં માત્ર 8 યુનિવર્સિટી હતી. 1996થી 2022 સુધીમાં ગુજરાતમાં 92 યુનિવર્સિટી બની છે. ગુજરાતમાં મેડિકલ અને એન્જીનીયરીંગની બેઠકો વધી છે. પહેલા ગુજરાતના બાળકો અન્ય રાજ્યમાં અભ્યાસ માટે જતા હતા. ભાજપના શાસનમાં અને નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આ સુવિધા વધી છે.
માર્કશીટમાં ફરી છબરડો! ભિલોડામાં વિદ્યાર્થિનીને ગુજરાતીમાં 160માંથી 173 માર્ક્સ મળતા અનેક સવાલો ઉઠ્યા
અરવલ્લી: રાજ્યમાં ફરી માર્કશીટમાં છબરડો સામે આવ્યો છે. ભિલોડાની જાબ ચિતરીયા પ્રા.શાળા-02માં છબરડો સામે આવ્યો છે. ધોરણ 8ની વિદ્યાર્થિનીને કુલ માર્ક્સ કરતા વધુ માર્ક્સ અપાયા છે. ગુજરાતી વિષયમાં કુલ 160માંથી 173 માર્ક્સ આવતા વિદ્યાર્થિની સહિત અન્ય લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં પણ 160 માંથી આવ્યા 171 માર્ક્સ આવ્યા હતા. વાર્ષિક પરિણામની અંદર મોટો છબરડો જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ માર્કશીટમાં પ્રિન્ટિંગમાં ભૂલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
થરાદમાં ધોરણ આઠના વિદ્યાર્થીને અંગ્રેજીમાં 160માંથી 165 ગુણ મળ્યા
થરાદઃ બનાસકાંઠામાં થરાદ તાલુકાની પ્રાથમિક શાળામાં પરિણામમાં ગોટાળા થયાનો ખુલાસો થયો છે.મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના થરાદની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામમાં બાળકને અંગ્રેજીમાં 160માંથી 165 ગુણ અપાયા હતા.તો સામાજિક વિજ્ઞાનમાં 160માંથી 174 ગુણ અને અંગ્રેજીમાં પણ 160માંથી 165 ગુણ આપવામા આવ્યા હતા. પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ હોય છતાં 160 કરતા વધુ ગુણ અપાતા બેદરકારી સામે આવી છે. આ પરિણામના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. આશ્વર્યની વાત તો એ છે કે પરિણામ વર્ગ શિક્ષકે તૈયાર કર્યા બાદ આચાર્યએ સહી સિક્કા પણ કર્યા હતા. આ મામલે ડીપીઇઓએ કહ્યું હતું કે તાત્કાલિક સ્કૂલના શિક્ષક અને આચાર્યને આ મામલે ખુલાસા માટે બોલાવ્યા છે.