મિશન 2022 માટે કોંગ્રેસ બની ડિજિટલ, વિકસાવ્યો ખાસ સોફ્ટવેર, જાણો આ સોફ્ટવેર કેટલો કામ લાગશે
Ahmedabad News : કોંગ્રેસ અનેક રીતે આ સોફ્ટવેરનો ઉપયોગ કરશે અને ડેટા પરથી કોંગ્રેસ પોતાની રણનીતી પ્રમાણે બુથ મજબૂત કરી શકશે.
AHMEDABAD : મિશન 2022 પાર પાડવા માટે બુથ મેનેજમેન્ટ ઉપર ભાર મૂકવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે..ન માત્ર બુથ મેનેજમેન્ટ કરવું પરંતુ તે પ્રક્રિયા ડિજિટલ કરવા માટે કોંગ્રેસે પોતાનો ખાસ સોફ્ટવેર વિકસાવ્યો છે. આ સોફ્ટવેરથી કોંગ્રેસ બુથ સુધી પોતાનું સંગઠન કેવી રીતે મજબૂત કરશે અને મતદારો સુધી કેવી રીતે પહોંચશે. ઉપરાંત આ નવા સોફ્ટવેરથી કોંગ્રેસને શું અને કેટલો ફાયદો થશે. જાણો આ અહેવાલમાં
કોંગ્રેસનો નવો સોફ્ટવેર
બુથ મેનેજમેન્ટથી કોંગ્રેસને સૌથી મોટો ફાયદો એ થશે કે કોંગ્રેસના કાર્યકરે મતદારના ઘરે જઈને જ કામગીરી કરવી પડશે.કેમકે સોફ્ટવેરમાં લોકેશન પણ દર્શાવવાનું રહે છે. ક્યાં કાર્યકરે કેટલું કામ કર્યું તેનું મોનીટરીંગ ગણતરીની સેકન્ડમાં થઈ શકશે.મતદારોની વિગત સોફ્ટવેરમાં એડ થઈ જશે એટલે કોંગ્રેસ પશે એક ડેટાબેંક તૈયાર થઈ જશે. કોન્ટેક્ટ નંબર એડ થયા બાદ કોંગ્રેસના તમામ સંદેશા તેને મોકલીને કોંગ્રેસ ડિજિટલ પ્રચારને વેગ આપી શકશે.
મતદારને સોફ્ટવેરમાં અટક, વિસ્તાર, નામ મુજબ સર્ચ કરી ઝડપથી સંપર્ક કરી શકાશે. સોફ્ટવેર કાર્યકર મતદાર સાથે વાત કર્યા બાદ તે મતદાર ભાજપ તરફી કે કોંગ્રેસ તરફી છે અથવા આપ તરફી છે તે મેન્શન કરી શકશે, જેથી કોંગ્રેસ મતદાર ઉપર ફોકસ કરી શકશે અને એ પણ જાણી શકશે કે ક્યાં બૂથમાં કેટલા મતદારો ક્યાં પક્ષ તરફી મતદાન કરી શકે છે.
સોફ્ટવેરમાં શું માહિતી હશે ?
1) મતદારોની યાદી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવશે
2) મતદારોના મોબાઈલ નંબર સોફ્ટવેરમાં એડ કરાશે
3) મતદાર સ્લીપ મતદારને વોટસએપ કરાય તેવી વ્યવસ્થા
4) મતદાર ક્યાં પક્ષ તરફી છે તે અંગેનું એક સાઈન બટન હશે
5) મતદારના ઘરનું જીપીએસ લોકેશન એડ થાય તેવી વ્યવસ્થા
કોને મળશે આ સોફ્ટવેરનું એક્સેસ ?
કોંગ્રેસ દ્વારા અમુક લોકોને જ આ સોફ્ટવેરનું એક્સેસ આપવામાં આવશે.લોકસભા અને વિધાનસભાની નિરીક્ષકોને એક્સેસ આપવામાં આવશે..ત્યારબાદ જનમિત્ર બુથ પ્રભારી અને પેજ પ્રભારી આ સોફ્ટવેરનું એક્સેસ આપવામાં આવશે.
સોફ્ટવેરથી કોંગ્રેસને શું ફાયદો?
1) કોંગ્રેસ મતદાર સમક્ષ ડિજિટલ પ્રચાર કરી શકશે
2) ક્યાં બૂથમાં કંઈ જ્ઞાતિના મતદાર છે તે સરળ રીતે જની શકાશે
3) ક્યાં બૂથમાં કેટલા મત મળશે અને કેટલા મેળવવા જરૂરી તે જાણી શકશે
4) ક્યાં કાર્યકરે કેટલું કામ કર્યું તે એક ક્લિક પરથી જાણી શકાશે
5) મતદારનો ડેટા એકત્રિત કરીને વારંવાર ઉપયોગ કરશે
કોંગ્રેસ અનેક રીતે આ સોફ્ટવેરનો ઉપયોગ કરશે. ડિજિટલ પ્રચાર કરવા માટે, મતદાર ક્યાં પક્ષ તરફી છે તે જાણવા, ક્યાં બૂથમાં કેટલા વોટ મળે તેમ છે અને કેટલા મેળવવા પ્રયાસ કરવો તે જાણવા માટે, ક્યાં બૂથમાં કંઈ જ્ઞાતિના કેટલા મતદારો છે વિગેરે બાબતોના ડેટા પરથી કોંગ્રેસ પોતાની રણનીતી પ્રમાણે બુથ મજબૂત કરી શકશે.