શોધખોળ કરો

Ahmedabad: અમિત ચાવડાએ કહ્યું, પહેલા ગુજરાતમાં માત્ર દારુનું દુષણ હતું હવે ડ્રગ્સનું હબ બની ગયું, પ્રદિપ સિંહના રાજીનામા અંગે પણ આપી પ્રતિક્રિયા

અમદાવાદ: કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, આજે રાજ્યમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે. ગુજરાત દ્રગ્સનું હબ બન્યું છે.

અમદાવાદ: કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, આજે રાજ્યમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે. ગુજરાત દ્રગ્સનું હબ બન્યું છે. પહેલા માત્ર દારૂનું જ દુષણ હતું, હમણાં જ તથ્ય પટેલે અકસ્માતમાં લોકોને કચડી માર્યા. આજે ડ્રગ્સ પકડાય તો રાજ્ય સરકાર વાહવાહી લૂંટે છે પણ ડ્રગ્સના આરોપીઓને પકડતી નથી. તાજેતરમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં  એનસીબીના અધિકારીઓએ રેડ કરી હતી. ત્યાં ખુબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. એક કિલોના એક કરોડના બજાર ભાવનું 500 કિલો ગ્રામ ડ્રગ્સ પકડાયું છે.

સરકાર પોલીસ અને પ્રશાસન ચૂપ કેમ?

આટલી મોટી રકમનું ડ્રગ્સ પકડાયું છતાં સરકાર ચૂપ છે. સરકાર ચૂપ છે માટે શંકા પેદા થાય તે સ્વાભાવિક. સરકાર પોલીસ અને પ્રશાસન ચૂપ કેમ છે તે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત આ કંપનીમાં મોટી રકમનો તોડ થયાની પણ વાતો આવી છે. સંલગ્ન અધિકારીની બદલી કરવામાં આવી છે. ગુજરાત ડ્રગ્સની  બાબતમાં અત્યાર સુધી લેન્ડિંગ હબ હતું જ્યારે હવે પ્રોસેસિંગ હબ બની ગયું છે.

સરકાર પોલિસી બનાવી યુવાધનને બચાવા કોઈ પગલાં ભરે એવી માંગ

ફાર્માસ્યુટિકલ કંપનીની આડમાં આ પ્રકારનું પ્રોસેસિંગ કરવામાં આવે છે જે ચિંતાનો વિષય છે. અત્યાર સુધી પકડાયેલ ડ્રગ્સની માત્રામાં 180 ટકા વધારો થયો છે. કિંમતની દ્વષ્ટિએ વાત કરીએ તો 2022માં 33 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું જ્યારે આ વર્ષે 97 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. અમારી માંગણી છે કે આ ડ્રગ્સ પકડાયાના સમાચારો બાબતે મુખ્યમંત્રી ખુલાસો કરે કે સમગ્ર ઘટનામાં શું પકડાયું છે અને કોણ મુખ્ય ગુન્હેગારો છે. સરકાર પોલિસી બનાવી યુવાધનને બચાવા કોઈ પગલાં ભરે એવી માંગ છે. 

બીજીપી નેતા પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા અંગે અમિત ચાવડાનું નિવદેન  

તો બીજી તરફ બીજેપીના પ્રદીપસિંહ વાઘેલાએ આપેલા રાજીનામા અંગે પણ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પ્રદીપ સિંહનું રાજીનામું પાર્ટીનો અંગત વિષય છે. પ્રદેશ પ્રમુખ સામે આક્ષેપ વાડી પત્રિકાઓ ફરે છે. તપાસમાં એમના જ કાર્યકરોની ક્યાંક સંડોવણી સામે આવે છે. પાર્ટીનો આંતરિક અસંતોષ હોય તેવું લાગી રહ્યું છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો

આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? Watch VideoHu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે

Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત

જો વરસાદથી ભારત સાઉથ આફ્રિકા ફાઇનલ ધોવાઈ જાય તો કઈ ટીમ ચેમ્પિયન બનશે? જાણો સમીકરણ

Voadfone Tariff Hike: હવે વોડાફોન પણ થયું મોંઘુ, પ્રિપેડ, પોસ્ટપેઇડ દરમાં ધરખમ વધારો, જાણો નવી કિંમત ક્યારેથી લાગૂ?

Embed widget