શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થતાં કોર્પોરેશન આવ્યું હરકતમાં, શું લેવાયો મોટો નિર્ણય?
બિનજરૂરી બહાર નહીં નીકળવું તેમજ લક્ષણ હોય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા જેવા સલાહ સુચન આપશે. વધતા જતા કેસની પરિસ્થિતિને પહોંચી વળવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
અમદાવાદઃ દિવાળી પછી શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. શહેરમાં કોરોનાના કેસ વધતા amc હરકતમાં આવી ગયું છે. તેમજ કોર્પોરેટરોને પહેલાની જેમ કામગીરી સોંપવામાં આવી છે. લોકોને સમજાવવાની કામગીરી સોંપવામાં આવી છે. બિનજરૂરી બહાર નહીં નીકળવું તેમજ લક્ષણ હોય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા જેવા સલાહ સુચન આપશે. વધતા જતા કેસની પરિસ્થિતિને પહોંચી વળવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવવા લાંબી લાઈન લગાવી છે. વકીલ સાહેબ બ્રિજ નીચે ટેસ્ટ કરાવવા લોકો લાઈનમાં ઉભા રહ્યા છે. આજે 12 વાગ્યા સુધીમાં જ અહીં 60 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 60 લોકો પૈકી 18 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
વકીલ સાહેબ બ્રિજ નીચેના ડોમમાં દરરોજ સરેરાશ 90 લોકો ટેસ્ટ કરાવે છે. 90 પૈકી દરરોજ સરેરાશ 22થી 25 લોકો કોરોના પોઝિટિવ આવે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોના ટેસ્ટ કરવામાં આવે છે. સનાથલ સર્કલ પાસે AMC દ્વારા મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. સનાથલ સર્કલ પર દરરોજ 700થી 800 લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.
દરરોજ થતા ટેસ્ટ પૈકી 7થી 8 લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવે છે. સનાથલ સર્કલ ખાતે થતા ટેસ્ટમાં 100એ 1 વ્યક્તિ પોઝિટિવ આવે છે. આજે સવારના 11.30 વાગ્યા સુધી 60 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, 60 પૈકી એકપણ વ્યક્તિ 11.30 વાગ્યા સુધી પોઝિટિવ ન જણાઈ.
વસ્ત્રાપુર ખાતે AMC દ્વારા કોરોનાના ટેસ્ટ માટે બે ડોમ ઉભા કરાયા છે. આજે મંગળવારે સવારે 10 વાગ્યાથી 10.30 વાગ્યા સુધીમાં બે ડોમમાં કુલ 25 લોકોના ટેસ્ટ થયા અને 25 પૈકી 12 કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. વસ્ત્રાપુરના એક ડોમમાં દરરોજ 100 લોકોના ટેસ્ટ થાય છે અને તેમાંથી દરરોજ સરેરાશ 60થી 70 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જોકે, અમદાવાદીઓમાં કોરોના મહામારી અંગે હવે પહેલા કરતા જાગૃતિ પણ વધી છે. જેના કારણે લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવા લાંબી લાઈન લગાવી રહ્યા છે. AMC દ્વારા જે વિસ્તારમાં લોકો વધારે ટેસ્ટ કરાવે છે ત્યાં બે ડોમ ઉભા કરીને વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion