શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કયા વિસ્તારોમાં આખે આખા પરિવારો બન્યા કોરોનાનો ભોગ? જાણો ચોંકાવનારી વિગતો
ગુરુકુળ વિસ્તારની એક સોસાયટીમાં તો પાંચ પરિવારો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. પાંચ પરિવારની 20થી વધુ સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. શહેરના પાલડી વિસ્તારમાં પણ કેટલાક પરિવારો એવા છે, જ્યાં તમામ સભ્યોને ચેપ લાગ્યો હોય.
અમદાવાદઃ દિવાળીના તહેવારો પછી અમદાવાદ શહેરમાં કોરોનાએ ઉથલો માર્યો છે અને મોટી સંખ્યામાં લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ગઈ કાલે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 354 કેસો નોંધાયા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં તો આખે આખા પરિવારજ કોરોનાની ચપેટમાં આવી ગયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે, ગુરુકુળ વિસ્તારની એક સોસાયટીમાં તો પાંચ પરિવારો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. પાંચ પરિવારની 20થી વધુ સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. શહેરના પાલડી વિસ્તારમાં પણ કેટલાક પરિવારો એવા છે, જ્યાં તમામ સભ્યોને ચેપ લાગ્યો હોય. આમ, આખે આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી જતાં હોવાની ઘટના બનતાં લોકોએ જાગૃત થવાની જરૂર છે. આવા જ સમાચાર સોલા ભાગવત અને થલતેજની કેટલીક સોસાયટીઓમાંથી પણ સામે આવ્યા છે.
શહેરમાં અનેક એવા પરિવારો પણ છે, જેમણે એક પરિવારમાંથી 3 સભ્યો કોરોના સંક્રમણમાં ગુમાવ્યા હોય. જૂનમાં જ્યારે કોરોના ચરમસીમાએ હતો ત્યારે આ સ્થિતિ વધુ જોવા મળતી હતી. જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હોય અને પરિવારના બાકીના સભ્યો સારવાર બાદ સાજા થયા હોય તેવા કિસ્સા જોવા મળ્યા હતા. અગાઉ દાણીલીમડામાં એક જ દિવસમાં એક સોસાયટીમાં 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાં મોટાભાગના સભ્ય એક જ પરિવારના હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion