શોધખોળ કરો
Advertisement
રાજ્યની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ઘટ્યા, હાલ 261 લોકો સારવાર લઈ રહ્યા છે
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 211 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 202 અને અમદાવાદ જિલ્લામાં 9 કેસ નોંધાયા છે.
અમદાવાદઃ એક બાજુ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે અમદાવાદના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં હવે કોરોનાના નવા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. રાજ્યની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર 261 દર્દીઓ જ સારવાર લઇ રહ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 211 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 202 અને અમદાવાદ જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,339 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં આજે 147 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,238 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,456 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3631 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement