શોધખોળ કરો

COVID: અમદાવાદમાં આજે વધુ 8 લોકો થયા કોરોના સંક્રમિત, ત્રણ કરીને આવ્યા હતા અમેરિકા-દુબઇનો પ્રવાસ

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વધુ બે કેસો અમદાવાદમાંથી સામે આવ્યા હતા. ખાસ વાત છે કે, કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે

COVID News: રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના નવા વેરિએન્ટના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમા કોરોનાએ ઉથલો મારતા હવે અમદાવાદમાં કોરોના કેસો વધી રહ્યાં છે. તાજેતરમાં જ કોરોના કેસો અમદાવાદમાં વધ્યા છે, મંગળવારે શહેરમાં 8 નવા કેસો સામે આવતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે વધુ બે કેસો અમદાવાદમાંથી સામે આવ્યા હતા. ખાસ વાત છે કે, કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

કોરોનાની લગતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદમાં ગઇકાલે મંગળવારે વધુ 8 કોરોના કેસો નોંધાયા છે. આમાં 5 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે, આ તમામ દર્દીઓને હાલમાં સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. કોરોના પૉઝિટીવ આવેલા આ 8 પૈકી 3 મુસાફરોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમેરિકા અને દુબઇની સામે આવી છે. સતત વધી રહેલા કોરોના કેસોને લઇને ચિંતિત બન્યુ છે. ખાસ વાત છે કે, દેશમાં કોરોનાનું નવુ સબ વેરિએન્ટ જેએન 1 ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યું છે. અત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના 42 એક્ટિવ કેસો છે જેમાં 1 દર્દીનું મોત પણ થઇ ચૂક્યુ છે. કોરોના વકરતાં શહેરના નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજ વિસ્તારના તમામ રહીશો ચિંતિત બન્યા છે. 

અમદાવાદના દરિયાપુરમાં કોરોના સંક્રમિત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત એક વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધાનું મોત સારવાર દરમિયાન થયું છે.   દરિયાપુરના 82 વર્ષિય મહિલાનું મોત થયું છે.  રવિવારે દરિયાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અક્ષરકૃપા હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજ્યું છે. કોવિડ સિવાય અન્ય કો-મોર્બિડ બીમારીઓથી દર્દી પીડિત હતા. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.  કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 

કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરાશે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે.

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસમાં સતત વધારો

દેશમાં કોરોનાના નવા વાયરસ JN.1 ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસ નોંધાયા છે. કેંદ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ કોરોનાના નવા વેરિઅન્ટને લઈ ચિંતિત છે. JN.1  વેરિયન્ટના કેસો સતત વધી રહ્યા છે. ભારતમાં એક્ટિવ કોરોનાવાયરસ કેસ મંગળવારે 4,100 ને વટાવી ગયા છે કારણ કે છેલ્લા 24 કલાકમાં JN.1 COVID-19 સબવેરિયન્ટના કુલ 412 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ભારતમાં મંગળવારે સક્રિય કેસની સંખ્યા 4,170 હતી, જ્યારે કુલ મૃત્યુઆંક 5.33 લાખ પર પહોંચ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Embed widget