શોધખોળ કરો

અમદાવાદમાં AMTS-BRTSમાં મુસાફરી કરવી હશે તો કોરોનાની રસી લેવી ફરજિયાત?

અમદાવાદ કોર્પોરેશને રસીકરણને લઈને મોટો નિર્ણય લીધો છે. Amts અને brtsમાં મુસાફરી કરવા રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. બધા લોકો રસી લે તેવી મેયરે અપીલ કરી છે. રસી એકમાત્ર કોરોના સામેનો ઉપાય હોવાનું અમદાવાદના મેયર કીરીટ પરમારે જણાવ્યું હતું. Amts અને brtsમાં મુસાફરી કરતા લોકો  ફરજિયાત રસી લીધેલી હોવી જોઇએ.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. બીજી તરફ રસીકરણ ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદના મેયર કિરીટ પરમારે પત્રકાર પરીષદમાં Amts અને brtsમાં મુસાફરી કરવા રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું  હોવાનું જણાવ્યું હતું. તેમજ બધા લોકો રસી લે તેવી મેયરે અપીલ કરી હતી. રસી એકમાત્ર કોરોના સામેનો ઉપાય હોવાનું અમદાવાદના મેયર કીરીટ પરમારે જણાવ્યું હતું. Amts અને brtsમાં મુસાફરી કરતા લોકો  ફરજિયાત રસી લીધેલી હોવી જોઇએ. જોકે, થોડી જ વારમાં તેમણે ફેરવી તોળ્યું હતું અને જણાવ્યું હતું કે, રસી લેવી ફરજિયાત નથી પણ અમારો આગ્રહ છે કે રસી લીધેલી હોવી જોઈએ.

અગાઉ તેમણે જણાવ્યું હતું કે,18 વર્ષથી વધુના યાત્રીઓએ મુસાફરી માટે રસીકરણનું સર્ટિફિકેટ આપવું પડશે. મોબાઇલમાં રસી લીધાનો મેસેજ મુસાફરી માટે માન્ય ગણાશે, તેમ પણ મેયરેે જણાવ્યું હતું. 

Ahmedabad : 'વ્યક્તિ ઘરે નોનવેજ ખાય તો તેને રોકી શકાય નહીં, પરંતુ ઘરે બેસીને દારૂ પીવે તો તેને રોકવાનો રાજ્ય સરકારને અધિકાર છે'

અમદાવાદઃ દારૂબંધી મુદ્દે થયેલી વિવિધ પિટિશન પર હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂતકાળમાં જે કાયદો માન્ય હતો તે આજે અમાન્ય ઠેરવી શકાય, પરંતુ આવી રજૂઆત કરવા માટે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં જવું પડે. હાઇકોર્ટ સમક્ષ દારૂબંધી હટાવવાની માંગણી ટકી શકે નહીં.

હાઈકોર્ટને દારૂબંધીનો કાયદો યોગ્ય છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર નહીં હોવાની એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી. વ્યક્તિ ઘરે નોનવેજ ખાય તો તેને રોકી શકાય નહીં પરંતુ ઘરે બેસીને જો દારૂ પીવે તો તેને રોકવાનો રાજ્ય સરકારને અધિકાર છે. કારણ કે, રાજ્યમાં દારૂબંધીનો કાયદો લાગુ છે, એવી એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી. 

અરજદારોની હાઈકોર્ટમાં રજૂઆત, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે  કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નહીં. બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે, જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાય છે તે વ્યાજબી નથી. દારૂ પીધેલી સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ વ્યાજબી નહીં.

બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસી આવતા લોકો સામે કાર્યવાહી યોગ્ય નહીં. ડ્રાઇવરે દારૂ પીધો હોય તો સરકાર કાર્યવાહી કરે પરંતુ આ પ્રકારની રોક વ્યાજબી નહીં. હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણવાળી બેંચે પૂછ્યું,  દારૂ પીધા પછી વ્યક્તિને તેની અસર કેટલો સમય રહેતી હોય છે? વ્યક્તિ કેટલો સમય નશામાં રહેશે એ સરકારે ક્યાંય જાહેર કર્યું છે ખરું? દારૂબંધી લાગુ કરવા પાછળનું કારણ શું તે કાયદાના વ્યાપ કે હેતુમાં ક્યાંય લખેલું છે ખરું?

અરજદારોની રજૂઆત છે કે, દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો નથી. એડવોકેટ જનરલે કહ્યું, જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો. અરજદારોની રજૂઆત છે કે, constituent assemblyની ડિબેટ્સ માં પણ દારૂબંધી મુદ્દે સભ્યોમાં મતમતાંતર હતા.

બંધારણ સભાએ પણ પ્રોહીબિશન લાગુ કરવું કે નહીં એનો નિર્ણય રાજ્યો પર છોડ્યો હતો. દારૂબંધીના કાયદાને ઘણી જોગવાઈઓ મુદ્દે બોમ્બે હાઈકોર્ટ કેસ સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય લીધા નથી તેવામાં આ હાઇકોર્ટને સત્તા છે કે આ મુદ્દા ઉપર નિર્ણય લે, તેવી અરજદારોની રજુઆત  કરી હતી. 

દારૂની વ્યાખ્યા મુદ્દે કોર્ટે  પૂછ્યા સવાલ, દારૂમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલુ હોય તો તેને intoxicating liquor ગણાય એ પણ સરકારે કાયદામાં જાહેર નહીં કર્યું હોવાનું ચીફ જસ્ટિસનું અવલોકન છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget