શોધખોળ કરો

Ahmedabad: લાખોનું ડ્રગ્સ વેચી ઉડે એ પહેલા જ 'કબૂતર' ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.  મહંમદ હઝરુદ્દીન  ઉર્ફે હઝર કબૂતર  નામના શખ્સની ધરપકડ કરી છે.

અમદાવાદ: અમદાવાદ શહેરના સિંધુભવન રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.  મહંમદ હઝરુદ્દીન  ઉર્ફે હઝર કબૂતર  નામના શખ્સની ધરપકડ કરી છે. નઇમ ટકલા અને ઇસતીયાક મામા નામના બે શખ્સની તપાસ શરૂ કરાઈ છે.  યુવાનોને ગેરમાર્ગે દોરવા માટેના કાવતરાનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ. 

અમદાવાદના સિંધુભવન  રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.  જેમાં મહંમદ અઝરુદ્દીન નામનો શખ્સ 5 લાખ રૂપિયાનું ડ્રગ્સ લઈને પહોંચ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મહંમદ અઝરુદ્દીનને ઝડપી લઈને તેની પાસેથી 54.800 મિલિગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે નામ સામે આવ્યા જેમાં નઇમ ટકલા અને ઇસતીયાક મામા નામના બે આરોપીઓની સંડોવણી હોવાનો ખુલાસો થયો હતો.

અગાઉ નઇમ ટકલા વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીઓ ડ્રગ્સનું વેચાણ જુહાપુરા,વેજલપુર અને સિંધુભવન વિસ્તારમાં કરતા હોવાની કબુલાત કરવામાં આવી છે.આ સાથે નવરાત્રીમાં ખેલૈયાઓ દ્વારા ડ્રગ મંગાવવામાં આવ્યું હતું કે કેમ તે દીશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.  

ક્રાઈમ બ્રાંચ અને DRI ને  મોટી સફળતા મળી,ઓરંગાબાદમાંથી  500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને DRI ને  મોટી સફળતા મળી છે.  મહારાષ્ટ્રના ઓરંગાબાદમાંથી  500 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અલગ-અલગ 3 કંપની પર દરોડા પાડી આ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.  આ સાથે જ ક્રાઈમ બ્રાંચ દ્વારા 3 આરોપીઓની  ધરપકડ કરવામાં આવી છે. 

DRI અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી મહરાષ્ટ્રમાંથી 500 કરોડ રુપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. કોકેઈન અને MD ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે.  થોડા દિવસો પહેલા સાયબર ક્રાઇમ સાથે મળીને અમદાવાદથી પણ ડ્રગ પકડવામાં આવ્યું હતું. 

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાંથી  ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. રો મટીરીયલ અને ડ્રગ્સ સાથે કુલ 500 કરોડના ડ્રગ્સનો મુદ્દામાલ ઝડપાયો છે.  ઓરાંગાબાદની  અલગ અલગ 3 કંપનીમાંથી  ડ્રગ્સ ઝડપાયું છે.  3 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે  ધરપકડ કરી છે.  મુખ્ય આરોપીના ઘર અને ફેકટરીથી ડ્રગ્સ ઝડપાયું છે.   ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે DRI દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં દર્દીને સાજો કરવા ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Embed widget