Ahmedabad: અમદાવાદના ઈસનપુરમાં ગૌવંશના ટૂકડા મળતા સ્થાનિકોમાં રોષ, જાણો હિંદુ સંગઠનોએ શું આપી ચીમકી?
સ્થાનિકોએ 24 કલાકમાં આરોપીઓને પકડવા માંગ કરી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા
![Ahmedabad: અમદાવાદના ઈસનપુરમાં ગૌવંશના ટૂકડા મળતા સ્થાનિકોમાં રોષ, જાણો હિંદુ સંગઠનોએ શું આપી ચીમકી? Dead cows found in isanpur, Ahmedabad Ahmedabad: અમદાવાદના ઈસનપુરમાં ગૌવંશના ટૂકડા મળતા સ્થાનિકોમાં રોષ, જાણો હિંદુ સંગઠનોએ શું આપી ચીમકી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/761024783c7f82531961bce5e6e6d33f1659683471_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ અમદાવાદના ઇસનપુરમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિર બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળી આવ્યા હતા. જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દૂભાઈ છે અને લોકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકોએ 24 કલાકમાં આરોપીઓને પકડવા માંગ કરી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બીજી તરફ હિંદુ સંગઠનોએ બંધનું એલાન જાહેર કર્યું છે. જો કે, પોલીસે હિંદુ સંગઠનો સાથે મંત્રણા કરી આ પ્રકારની ઘટના ના બને તેનું ધ્યાન અને તકેદારી રખાશે તેવી ખાતરી આપી હતી. આ અંગે ACPએ નિવેદન આપતા કહ્યું કે, સમગ્ર મુદ્દે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. ગાય છે કે અન્ય પ્રાણી તેના આધારે ગુનો નોંધવામાં આવશે. સાથે અપીલ કરી છે કે, શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખે. દુકાનદારો પોતાનો વ્યવસાય ચાલુ રાખે.
આ બાબતને લઈને હિન્દુ સંગઠનોએ ચીમકી આપી હતી કે જો 24 કલાકમાં આરોપી ઝડપાશે નહિ તો કાલે ઇસનપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં.આવશે. હાલમાં વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સી આ કેસમાં તપાસમાં લાગી છે.
મન્કીપોકસ મામલે જામનગરમાં શંકાસ્પદ વ્યક્તિનો રિપોર્ટ થયો જાહેર
ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મન્કીપોકસ મામલે જામનગરમાં જે શંકાસ્પદ વ્યક્તિનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગઈકાલે જ શંકાસ્પદ લક્ષણો બાદ સેંપલ ટેસ્ટિંગ માટે મોકલયુ હતું. દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. નોંધનિય છે કે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મન્કીપોકસ વાયરસે કહેર વર્તાવો છે. અમેરિકામાં મન્કીપોકસને લઈને ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
ગઈ કાલે નોંધવામાં આવ્યો હતો કેસ
ગુજરાતમાં મંકિપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે અને રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જામનગરન જીકના નવા નાગના ગામના 29 વર્ષીય યુવકમાં મંકિપોક્સના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા. હાલ આ યુવકને જામનગરની જી.જી. સિવિલ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, તેમજ આ યુવકના સેમ્પલ લઇ અમદાવાદ મોકલવામાં આવ્યાં છે. સેમ્પલના પરિક્ષણ બાદ રિપોર્ટ આવ્યા બાદ આ યુવક મંકિપોક્સથી સંક્રમિત થયો છે કે નહીં તેની જાણ થશે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે 29 વર્ષીય આ યુવકના બ્લડ સેમ્પલ અમદવાદની બી.જે. મેડિકલ કોલેજની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
Gujarat Congress : ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો કોંગ્રેસના બે મોટા નેતાઓએ આપ્યા રાજીનામાં
RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)