Ahmedabad: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહને સેશન્સ કોર્ટે આપ્યો ઝટકો, ન મળી વચગાળાની રાહત
પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી ભર્યા નિવેદનો આપવાનો કેજરીવાલ અને સંજય સિંહ પર આરોપ છે
Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી તરફથી દિલ્હીના CM કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ સામે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે અને સમન્સ પાઠવ્યું છે. જે રદ્દ કરવા અરવિંદ કેજરીવાલે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ કોર્ટે હાલ કોઈ રાહત આપી નથી. તેમણે મેટ્રોપોલિટન કોર્ટે જારી કરેલા સમન્સ પર વચગાળાના હુકમ પર રોક લગાવવાની માંગ કરી હતી. સમન્સને પડકારતી રિવિઝન અરજીમાં વચગાળાની રાહત આપવા સેશન્સ કોર્ટે ઈન્કાર કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી ભર્યા નિવેદનો આપવાનો કેજરીવાલ અને સંજય સિંહ પર આરોપ છે. કેજરીવાલ સમન્સને રદ્દ કરવા ગુજરાત હાઈકોર્ટમાં પડકારી શકે છે.
31 માર્ચ 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિગ્રી વિવાદ કેસ પર ચુકાદો આપ્યો અને ફરિયાદીને ડિગ્રી બતાવવા ન કહ્યું. જે બાદ દિલ્હી સીએમ કેજરીવાલે 1 એપ્રિલ 2023ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીની ડિગ્રી લઈને અયોગ્ય શબ્દો કહ્યા. આ બાબત ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી હતી. 2 એપ્રિલે સંજ્ય સિંહે પીએમની ડિગ્રીને પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતો સોશિયલ મીડિયા પર મૂકી. જેમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી વતી કુલ સચિવ ડો. પિયુષ પટેલે મેટ્રો કોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડ 500 અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં અરવિંદ કેજરીવાલ સામે સમન્સ નીકળ્યું હતું. અરવિંદ કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જે મુદ્દે મેટ્રો કોર્ટે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને નોટીસ આપી હતી. આ મુદ્દે સેશન્સ કોર્ટે આજે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. હવે અરવિંદ કેજરીવાલ હાઇકોર્ટ જશે.
આ પણ વાંચોઃ
ફ્રેન્ડશિપ ડે પર મિત્રોને આપો આ 5 અનોખી ગિફ્ટ, ખુશીઓથી ભરાઈ જશે તેમનું જીવન
બેંક એફડીથી વધારે રિટર્ન આપી રહી છે પોસ્ટ ઓફિસની આ યોજના, ચેક કરો વ્યાજ દર