શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  

અમદાવાદમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી રજાઓના કારણે શૈક્ષણિક કાર્યને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદ DEOએ શૈક્ષણિક નુકસાન ભરવા રવિવારે શાળા ખોલવા સૂચવ્યું.
  • ભારે વરસાદને કારણે રજાઓથી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર અસર થઈ હતી.
  • ઓગસ્ટના રવિવારે શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય સ્વેચ્છિક રહેશે.

Ahmedabad schools: અમદાવાદમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી રજાઓના કારણે શૈક્ષણિક કાર્યને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ સરકારી, ખાનગી અને સ્વનિર્ભર શાળાઓને ઓગસ્ટ મહિનાના રવિવારે શાળા ચાલુ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે, રવિવારે શાળા ચાલુ રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે શાળા સંચાલકોની સ્વેચ્છા પર આધારિત રહેશે.

વરસાદમાં રજા આપવાના કારણે અભ્યાસક્રમને અસર થઈ હતી અસર 

અમદાવાદ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે અનેક દિવસો સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ અને શૈક્ષણિક કામગીરી પર અસર પડી હતી. આ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગે ખાસ પહેલ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમની તમામ સરકારી, ખાનગી તેમજ સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને નોટિસ જાહેર કરી છે. તેમાં જણાવાયું છે કે ઓગસ્ટ મહિનાના રવિવારે શાળા ચાલુ રાખીને બાકી રહેલું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી શકાય છે.

શાળા સંચાલકો સ્વેચ્છાએ લઈ શકશે નિર્ણય

શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રવિવારે શાળા ચાલુ રાખવી ફરજિયાત નથી. દરેક શાળા સંચાલક પોતાની પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્વેચ્છાએ નિર્ણય લઈ શકશે. એટલે દરેક શાળામાં અલગ-અલગ આયોજન થઈ શકે છે.

વાલી અને વિદ્યાર્થીઓને અગાઉથી જાણ કરવી ફરજિયાત

જો કોઈ શાળા રવિવારે વર્ગો શરૂ કરવાનો નિર્ણય લે છે તો તે અંગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અગાઉથી જાણ કરવી જરૂરી રહેશે. જેથી વિદ્યાર્થીઓ યોગ્ય આયોજન સાથે શાળામાં હાજર રહી શકે અને કોઈ પ્રકારની ગેરસમજ ઊભી ન થાય. 

ભારે વરસાદને કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી

અમદાવાદમાં 24 જુલાઈના રોજ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન અભ્યાસક્રમ પૂર્ણ કરવો, પુનરાવર્તન કરાવવું અને મૂલ્યાંકન જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન શાળાઓમાં કરી શકાશે. અમદાવાદ શહેરમાં જૂલાઈના અંતમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી, જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બાકી રહી ગયો હતો. રવિવારે શાળા ચાલુ રાખવાનો અંતિમ નિર્ણય સંપૂર્ણપણે શાળા સંચાલકોનો સ્વૈચ્છિક રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Embed widget