શોધખોળ કરો
Advertisement
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર કેમ લાગી લાંબી કતારો? જાણો કારણ
દિવાળી ઉજવવા માટે લોકો પોતાના વતન તરફ જાય છે. જેને કારણે કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા હતી. ટીકિટ લેવા માટે લાબી કતારો જોવા મળી છે
અમદાવાદ: ગુજરાતમાં ધનતેરસથી દિવાળીના તહેવારની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. દિવાળી ઉજવવા માટે લોકો પોતાના વતન તરફ જાય છે. જેને કારણે કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા હતી. ટીકિટ લેવા માટે લાબી કતારો જોવા મળી છે. જોકે દિવાળીના વેકેશનમાં ફરવા જનાર લોકોએ તો 4 મહિના પહેલાં જ ટીકિટ બુક કરાવી લીધી હતી. જેના કારણે દિવાળીના તહેવારમાં જતી તમામ ટ્રેન ફુલ છે.
કેટલીક ટ્રેનમાં તો નો સીટના બોર્ડ લાગી ગયા છે. જેને લઈ છેલ્લી ઘડીએ જતાં પ્રવાસીઓએ તો જનરલ ટીકિટ જ લેવી પડે છે. કાલુપુરમાં જનરલ ટીકિટ લેવા માટે પણ પ્રવાસીઓની ભીડ છે. જેના કારણે ટ્રેન આવી જાય તો પણ ટીકિટ ન મળતાં પ્રવાસીઓ ટીકિટ વગર પ્રવાસ કરવા મજબુર બન્યા છે.
મહત્વની વાત છે કે, રેલવે વિભાગ દ્વારા દિવાળી વેકેશનને લઈ દિવાળી વિશેષ 25 ટ્રેન દોડાવી છે અને 60 જેટલી ટ્રેનમાં કોચ વધારવામાં આવ્યા છે. આમ છતાં પણ પ્રવાસીની ભીડને પહોંચી વળવા માટે તંત્ર નિષ્ફળ રહ્યું છે. પ્રવાસીઓને સમયસર ટ્રેન અને ટીકિટ ન મળવાના કારણે સ્ટેશન પર રઝડી પડ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement