શોધખોળ કરો
અમદાવાદથી જયપુર જતી ગો-એરની ફ્લાઈટમાં ટેકઑફ સમયે બે કબૂતર ઉડ્યાં
અમદાવાદથી જયપુર જતી ગો-એરની ફલાઇટમાં બે કબૂતર ઘુસી આવ્યા હતા. ફ્લાઈટમાં કબૂતર ઉડતા મુસાફરો અને ક્રુમેમ્બરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
![અમદાવાદથી જયપુર જતી ગો-એરની ફ્લાઈટમાં ટેકઑફ સમયે બે કબૂતર ઉડ્યાં Doves fly Ahemdabad jaipur flight during takeoff at airport અમદાવાદથી જયપુર જતી ગો-એરની ફ્લાઈટમાં ટેકઑફ સમયે બે કબૂતર ઉડ્યાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/29153310/Go-air.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: અમદાવાદથી જયપુર જતી ગો-એરની ફલાઇટમાં બે કબૂતર ઘુસી આવ્યા હતા. ફ્લાઈટમાં કબૂતર ઉડતા મુસાફરો અને ક્રુમેમ્બરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફલાઇટ ટેક ઓફ કરવાની તૈયારીમાં હતી ત્યારે અચાનક ફલાઈટમાં 2 કબૂતર ઉડતા મુસાફરોના ધ્યાને આવ્યું હતું. કબૂતરને પકડવા માટે ભારે અફરાતફરી સર્જાઈ હતી. ક્રૂ મેમ્બર દ્વારા કબૂતરને પકડવા ફલાઈટમાં દોડધામ મચી હતી.
કબૂતરે એરલાઈન્સની વ્યવસ્થાની પોલ ખોલી છે. ગો-એરની અમદાવાદથી જયપુર જતી ફ્લાઈટમાં ટેકેઓફ વખતે જ બે કબૂતર ઉડ્યા હતા. ફ્લાઈટ એરોબ્રિજ સાથે કનેક્ટ હોવા છતાં કબૂતર ક્યાંથી ઘૂસ્યા તે પ્રશ્ન થયા છે.
ગો-એરની ફ્લાઈટ રનવે પર આવવાની તૈયારીમાં હતી ત્યારે એક પેસેન્જરે લગેજ શેલ્ફ ખોલતા જ બે કબૂતર નીકળ્યાં હતા. કબૂતરને પકડવા પેસેન્જર અને ક્રૂની ભારે દોડધામ કરવી પડી હતી. કબૂતરોના કારણે ફ્લાઈટની અંદર ભારે હંગામો જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)