શોધખોળ કરો
Advertisement
કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્રનું હાર્ટઅટેકથી મોત, રક્ષાબંધને બહેન પાસે ગયા હતા રાખડી બંધાવવા
અમદાવાદઃ રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઈ પટેલનું રવિવારે દુઃખદ નિધન થયું હતું. ઓશો સંન્યાસી એવા જગદીશભાઈ ઘણા લાંબા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે આવેલું કારખાનું 2012માં બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યુ હતું અને સેવાકીય પ્રવૃતિઓ કરતા હતા. સ્વ. જગદીશભાઈ પટેલનું ગુરૂવારે રાજકોટની આત્મીય કોલેજમાં બેસણું રાખવામાં આવ્યું છે.
રવિવારે રક્ષાબંધન પર્વ હોવાથી અમદાવાદ ખાતે તેઓના બહેનને ત્યાં રાખડી બંધાવવા આવ્યા હતા. ત્યાં જ તેઓને હૃદયરોગનો જીવલેણ હુમલો આવતા તેઓનું નિધન થયુ હતું. રવિવારે સાંજે અમદાવાદ ખાતે તેઓની સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં પરિવારજનો, મિત્રવર્તુળો જોડાયા હતા.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઈ પટેલ ઓશો સન્યાસી હતા. તેઓનું ઉપનામ સ્વામી દેવતીર્થ ભારતી હતું. રાજકોટના મવડી પ્લોટ ખાતે કારખાનુ હતું તે વર્ષ 2012ના ફેબ્રુઆરીમાં બંધ કરી ઓશો સેન્ટર શરૂ કરેલું. જેનું ઉદ્દઘાટન સુફી મા માસ્ટર મા પ્રેમ નઝીલા દ્વારા કરવામાં આવેલ અને આ ઓશો સેન્ટરનું નામ 'ઓશો આનંદ ધામ ધ્યાન મંદિર' રાખ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કેશુભાઈના પુત્ર પ્રવિણભાઇ પટેલનું પણ ગત વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ દુઃખદ નિધન થયેલ. કેશુભાઈના તમામ પુત્રો ઓશો સન્યાસી છે. ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર સાથે તેઓનો વર્ષો જૂનો અતૂટ નાતો રહેલો છે. કેશુબાપાના 5 પુત્રો અને 1 પુત્રી છે. જેમાં સૌથી મોટા સ્વ.જગદીશભાઈ, સ્વ.પ્રવિણભાઈ, મહેશભાઈ, ભરતભાઈ, અશોકભાઈ તેમજ પુત્રી સોનલબેન છે. સોનલબેન અમદાવાદ રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement