શાંતિ બિઝનેસ સ્કૂલ"દ્વારા ફૂડ કાર્નિવલ 2022 યોજાયું
અમદાવાદ સ્થિત "શાંતિ બિઝનેસ સ્કૂલ" (SBS)ની સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં કેમ્પસમાં ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સ્થિત "શાંતિ બિઝનેસ સ્કૂલ" (SBS)ની સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં કેમ્પસમાં ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ એક ઇન્ટ્રા-કોલેજ ઇવેન્ટ હતી, જેમાં PGDM પ્રોગ્રામની બંને બેચમાંથી લગભગ 20 ટીમોએ ભારતીય તેમજ વેસ્ટર્ન વાનગીઓની વિવિધતા દર્શાવવા માટે ભાગ લીધો હતો.અભ્યાસ ઉપરાંતની પ્રવૃત્તિઓ એ SBS PGDMના અભ્યાસક્રમનો મહત્ત્વનો ભાગ છે. આવી પ્રવૃત્તિઓ SBSના સ્ટુડન્ટ મેનેજર્સને સર્વગ્રાહી શિક્ષણનો અનુભવ પ્રદાન કરે છે.
ફૂડ કાર્નિવલએ સ્ટુડન્ટ મેનેજર્સ માટે પ્લાનિંગ, આયોજન, નવીનતા અને રિપ્રેઝન્ટેશન જેવી મેનેજરિયલ કામગીરીની સાથે તેમના કૌશલ્યો અને આવડતનું પ્રદર્શન કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ બની ગયું છે.શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS), અમદાવાદના "ડિરેક્ટર ડૉ. નેહા શર્મા"ના શબ્દોમાં કહીએ તો “ફૂડ કાર્નિવલ સાંસ્કૃતિક અભિવ્યક્તિ માટેના પ્લેટફોર્મ તરીકે કામ કરે છે અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે તે મેનેજમેન્ટ અને લિડરશિપના કૌશલ્યો શીખવા માટે એક પરફેક્ટ ઇવન્ટ છે”.
આ એક વ્યવસ્થિત રીતે યોજાયેલો કાર્યક્રમ હતો જ્યાં સમગ્ર SBS કોમ્યુનિટીએ વિવિધ વાનગીઓનો આનંદ માણ્યો હતો. સ્વાદ, ગુણવત્તા, આતિથ્ય, સ્વચ્છતા અને ક્રિયેટિવિટીના આધારે ટીમોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ ફૂડ કાર્નિવલમાં પ્રથમ ઇનામ ચાર્મી અગ્રવાલ, અટલ પાટીદાર, આરુષિ જૈન, સોનલ ગુપ્તા, સિમરન ત્રિપાઠીની ટીમને મળ્યું હતું, તેમના સ્ટોલનું નામ " આ ગયા સ્વાદ" રાખવામાં આવ્યું હતું જ્યાં ગાર્લિક બ્રેક, ચોકલેટ બોલ અને કોલ્ડ કોફી વગેરે ચીજો રાખવામાં આવી હતી. બીજું ઇનામ દેવી પંડ્યા,અનુજ પ્રતાપ સિંહ, રાજદીપ દરજીની ટીમને મળ્યું હતું, તેમના સ્ટોલનું નામ સ્ટોલનું નામ: "ધ યુનિક હબ" રાખવામાં આવ્યું હતું, જ્યાં પાસ્તા ઓન સ્ટીક્સ રાખવામાં આવી હતી. જ્યારે ત્રીજું ઇનામ ઝલક જેઠવાણી, પાર્થ મીરાણી ,પ્રીત સિંહખેરાની ટીમને મળ્યું હતું સ્ટોલનું નામ તેમના સ્ટોલનું નામ "ધ ટેસ્ટ એક્સપ્રેસ" રાખવામાં આવ્યું હતું, જ્યાં ફ્રેન્કી, પિઝા ટોસ્ટ વગેરે ચીજો રાખવામાં આવી હતી.