શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ વસ્ત્રાપુરમાં ધોળા દિવસે યુવતીનું અપહરણ, અપહરણકારનું નામ અને કારણ જાણી ચોંકી જશો
શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધોળા દિવસે યુવતીનું રીક્ષામાં અપહરણ કરાયું છે. યુવતીનું અપહરણ કરનાર કોઈ નહીં, પરંતુ તેના બનેવી હોવાની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં ધોળા દિવસે યુવતીનું અપહરણ કરાતા ચકચાર મચી ગઈ છે. પત્ની પ્રેમી સાથે રહેવા લાગતા પતિએ સાળીનું અપહરણ કર્યું હોવાની ચકચાર ઘટના સામે આવી છે. 4થી 5 ગુંડાઓ યુવતીનું રિક્ષામાં અપહરણ કરીને ફરાર થઈ ગયા છે. પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધોળા દિવસે યુવતીનું રીક્ષામાં અપહરણ કરાયું છે. યુવતીનું અપહરણ કરનાર કોઈ નહીં, પરંતુ તેના બનેવી હોવાની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અપહરણકાર અને જેનું અપહરણ થયું છે, તે યુવતીની મોટી બહેનના લગ્ન થયા હતા. જોકે, લગ્ન પછી યુવક દારૂ પીને માર મારતો હોવાથી છૂટાછેડા લઈ લીધા હતા.
છૂટાછેડા પછી યુવતીની મોટી બહેન પ્રેમી સાથે રહેવા લાગી હતી. આ અંગે યુવકને ખબર પડતાં તેણે પત્નીની બહેન એટલે કે સાળીનું અપહરણ કર્યું છે. આ ગુનામાં પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement