શોધખોળ કરો
Advertisement
GRSE ઇન્ડિયન નેવીને સોંપ્યુ 100મું યુદ્ધ જહાજ, બની પ્રથમ ભારતીય કંપની
અમદાવાદઃ મિનીરત્ન સીરીઝ 1 અને સંરક્ષમ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ યુદ્ધ જહાજનું નિર્માણ કરનાર કંપની GRSE (ગાર્ડન રિસર્ચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમીટેડ)એ ભારતીય નૌકાદળને 100મું જહાજ સોંપ્યુ છે. નેવીની સાથે સાથે ભારતીય તટરક્ષક દળ અને મૉરેશિયસ તટરક્ષક દળને અત્યાર સુધી 100 યુદ્ધ જહાજો આપીને GRSE પ્રથમ ભારતીય જહાજવાડો બની ગઇ છે.
1961માં સીવૉર્ડ ડિફેન્સ બૉટ (એમકે-આઈ) ડિલિવર કરવા સાથે શરૂ થયેલી કંપનીએ 30 માર્ચ, 2019ના દિવસે 100મા જહાજ – લૅન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી, એલ-56ની ભવ્ય ડિલીવરી કરી દીધી હતી. આ અગાઉ 99મું યુદ્ધ જહાજ – ફાસ્ટ પેટ્રૉલ વેસલ – 27મી માર્ચ, 2019ના દિવસે ભારતીય તટરક્ષક દળ સોંપ્યુ હતું.
100મું યુદ્ધ જહાજ, “આઈએન એલસીયુ એલ-56” જીઆરએસઈના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રીઅર એડમિરલ વી.કે. સક્સેનાએ આજે જીઆરએસઈ ખાતે યોજાયેલા સમારંભમાં ઔપચારિક રીતે જહાજના કમાન્ડિંગ ઑફિસર, ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર ગોપીનાથ નારાયણના "હાથમાં સુપરત" કર્યું હતું.
બ્રિગેડિયર એસવાય દેશમુખ, સીએસઓ (ટેક), એઍન્ડએન કમાન્ડે ભારતીય નૈકાદળ દ્વારા સ્વીકારવા પહેલા જહાજનું અંતિમ નિરીક્ષણ કર્યુ હતું. વાઈસ એડમિરલ એમએસ પવાર, એવીએસએમ, વીએસએમ, ડેપ્યુટી ચિફ ઑફ નેવલ સ્ટાફ, શ્રી અપૂર્વ ચંદ્રા, આઈએએસ, ડિરેક્ટર જનરલ (એક્વિઝિશન) સંરક્ષણ મંત્રાલય ખાતે, કૉમોડોર આઈબી ઉથૈયા, વીએસએમ, પ્રિન્સિપલ ડિરેક્ટર શિપ પ્રોડક્શન, શ્રી સર્વજિત સિંહ ડોગરા, ડિરેક્ટર (ફાઈનાન્સ), શ્રી સંજય મિત્રા, આઈએએસ, સંરક્ષણ સચિવ, ભારત સરકાર, વાઈસ એડમિરલ બીકે વર્મા, એવીએસએમ, એડીસી, કમાન્ડર ઈન ચિફ. એઍન્ડએન કમાન્ડ, શ્રી અસિત કુમાર નંદા, ડિરેક્ટર (પર્સોનેલ) અને કોમોડોર સંજીવ નૈય્યર, આઈએન (રિટાયર્ડ), ડિરેક્ટર (શિપબિલ્ડિંગ) તથા જીઆરએસઈ અને ભારતીય નૌકાદળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આઈએન એલસીયુ એલ56 નામનું 100મું યુદ્ધ જહાજ લૅન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી (એલસીયુ) ભારતીય નૌકાદળ તરફથી આ પ્રકારના આઠ જહાજો માટેના ઑર્ડરમાંથી છઠ્ઠું જહાજ છે. આ એલસીયુ માર્ક આઈવી જહાજોની સંપૂર્ણ ડિઝાઈન ભારતીય નૌકાદળની જરૂરિયાતો મુજબ મેક ઇન ઇન્ડિયા છે. બાકીના બે જહાજોનું બાંધકામ હાલમાં ચાલી રહ્યું છે.
એલસીયુ એમકે-આઈવી યુદ્ધ જહાજ એક જળસ્થળચર (ઍમ્ફિબિયસ) જહાજ છે, જેની ખાસિયતોમાં, પ્રાથમિક ભૂમિકા મુખ્ય યુદ્ધ તોપો, બખ્તરબંધ વાહનો, ટુકડીઓ અને સાધનોને જહાજ પરથી કાંઠા પર હેરફેર અને જમાવટ કરવાની છે. આંદામાન અને નિકોબાર કમાન્ડ ખાતે સ્થિત આ જહાજો બીચિંગ કામગીરી, શોધ અને બચાવ, હોનારત બચાવ કામગીરી, પુરવઠો તથા મદદ તથા સુદૂરના ટાપુ પરથી સ્થળાંતર જેવી બહુવિધ ભૂમિકાઓ ધરાવતી પ્રવૃત્તિઓ માટે તૈનાત કરી શકાય છે.
એલસીયુની લંબાઈ 63 મીટર અને પહોળાઈ 11 મીટર છે 1.7 મીટર નીચા પવનના દબાણ સાથે અને 830 ટીનું સ્થાનાંતર ધરાવે છે. તે 15 નોટ્સ સુધીની ગતિ પણ પ્રાપ્ત કરી શકે છે. 216 કર્મચારીઓને સમાવવા માટે તથા લૅન્ડિંગ કામગીરી દરમિયાન આર્ટિલરી ફાયર આધાર આપવા માટે બે સ્વદેશી સીએરએન 91 ગન્સથી સજ્જ થઈ શકે એ રીતે એલસીયુને ડિઝાઈન કરાઈ છે. જહાજમાં અત્યાધુનિક ઉપકરણો અને ઈન્ટિગ્રેટેડ બ્રિજ સિસ્ટમ (આઈબીએસ) અને ઈન્ટિગ્રેટેડ પ્લેટફૉર્મ મેનેજમેન્ટ સિસ્ટમ (આઈપીએમએસ) ફિટ કરાઈ છે.
થોડા દિવસ પહેલા 27 માર્ચ, 2019ના રોજ જીઆરએસઈએ પોતાનું 99મું યુદ્ધ જહાજ અદ્યતન "ફાસ્ટ પેટ્રોલ વેસલ" "આઈસીજીએસ પ્રિયદર્શિની" ભારતીય તટરક્ષક દળને સોંપ્યુ હતું. જીઆરએસઈ પાંચ ફાસ્ટ પેટ્રોલ વેસલના ભારતીય તટરક્ષક દળ માટેના ઑર્ડર પર અમલ કરી રહ્યું છે. અને આ જહાજ આઈસીજીએસ પ્રિયદર્શિની આ શ્રેણીમાંનું પ્રથમ જહાજ છે. બાકીના ચાર જહાજો બાંધકામના આગળના તબક્કામાં છે.
એફવીપી મધ્યમ રેન્જનું સરફેસ વેસલ છે જે ભારતના મેરીટાઈમ ઝોન્સમાં કામંગીરીઓ માટે સક્ષમ છે. આ ઈંધણ કાર્યક્ષમ તથા શક્તિશાળી મંચ પેટ્રોલિંગ, દાણચોરી-વિરોધી, શિકાર-વિરોધી અને બચાવ કામગીરી જેવા બહુવિધ કાર્યો હાથ ધરવા માટે ડિઝાઈન કરાયા છે. આ એફવીપીની સંપૂર્ણ ડિઝાઈન જીઆરએસઈને ભારતીય તટકક્ષક દળ દ્વારા જણાવવામાં આવેલી જરૂરિયાતોના આધારે ઘરઆંગણે વિકસાવવામાં આવી છે. આ જહાજ 308 ટનના સ્થાનાંતર સાથે 50 મીટર લાંબું અને 7.5 મીટર પહોળું છે. જહાજની ડિઝાઈન 34 નોટ્સની મહત્તમ ગતિ અને 1500 નૉટિકલ માઈલ્સની સહનશક્તિ સાથે તથા ત્રણ મુખ્ય ઍન્જિન્સથી અને અદ્યતન નિયંત્રણ તંત્ર, વોટર જેટ યુનિટ્સ અને એક "ઈન્ટિગ્રેટેડ બ્રિજ સિસ્ટમ" જે તમામ કૉમ્યુનિકેશન અને નેવિગેશન સિસ્ટમને એકીકૃત કરે છે તેનાથી સજ્જ છે. મુખ્ય શસ્ત્રસરંજામ તરીકે આ જહાજો 40/60 ગનથી સજ્જ છે અને 35 કર્મચારીઓ માટે સુધારિત નિવાસસ્થાન ફીચર્સ સાથે સંપૂર્ણ વાતાનુકૂલિત મૉડ્યુલર આવાસ પણ તેમાં છે.
"આઈસીજીએસ પ્રિયદર્શિની" અને આઈએન એલસીયુ એલ56ના હસ્તાંતરણ સાથે, જીઆરએસઈએ વધુ એકવાર રાષ્ટ્રના દરિયાકાંઠાની સુરક્ષાને સુદૃઢ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી છે અને સાથે જ આ મિનીરત્ન જહાજવાડા પર દેશે દાખવેલી આકાંક્ષાને પૂરી કરી છે. આ બાબત જીઆરએસઈની પોતાના ગ્રાહકોને એક છેવાડાથી બીજા છેવાડા સુધીના ઉકેલો પૂરા પાડવાની ક્ષમતાને પુરવાર કરે છે. આ ક્ષમતામાં ઉત્પાદનની પરિકલ્પના,ડિઝાઈન, સિસ્ટમ એકીકરણ અને પ્રકલ્પ સંચાલન જેવી બાબતોનો સમાવેશ થાય છે અને આના કારણે ગ્રાહકોની માગને પહોંચી વળવાની ક્ષમતા પણ વધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion