શોધખોળ કરો

Gujarat Politics: ગુજરાત આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાઓ અચાનક પહોંચ્યા દિલ્હી, જાણો કેજરીવાલ સાથે શું થઈ ચર્ચા

Gujarat Politics: ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી જ્યારે 35 જેટલી બેઠકો પર તે બીજા નંબરે રહી હતી. હવે આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી કમર કસી રહી છે.

Gujarat Politics: ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી જ્યારે 35 જેટલી બેઠકો પર તે બીજા નંબરે રહી હતી. હવે આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી કમર કસી રહી છે. ભવિષ્યની વ્યૂહરચના અને સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત આપની ટીમે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી હતી. 

દિલ્હીમાં યોજાયેલ બેઠકમાં ગુજરાતની ટીમના શીર્ષ નેતાઓએ હાજરી આપી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી ગોપાલ ઇટાલીયા,  ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, સાઉથ ગુજરાત ઝોન કાર્યકારી અઘ્યક્ષ ચૈતર વસાવા, સુરત ઝોન કાર્યકારી અઘ્યક્ષ અલ્પેશ કથિરીયા, નોર્થ ગુજરાત ઝોન કાર્યકરી અઘ્યક્ષ  ડોક્ટર રમેશ પટેલ, કચ્છ ઝોન સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ કૈલાશદાન ગઢવી,  સૌરાષ્ટ્ર ઝોન કાર્યકારી અઘ્યક્ષ જગમાલ વાળા અને સેન્ટ્રલ ગુજરાત ઝોન કાર્યકારી અઘ્યક્ષ  જ્વેલ વસરા હાજર રહ્યા હતા. આ તમામ શીર્ષ નેતાઓ સાથે અરવિંદ કેજરીવાલે ચર્ચા વિચારણ કરી હતી અને નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી હતી.

પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને લગાવી ફટકાર

અમદાવાદ: પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી અને કાચ પાયેલા માંજા અને ચાઈનીઝ તુક્કલ પરની રોક પરની અમલવારીને મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું કે રાજ્ય સરકારે કરેલું સોગંદનામુ માત્ર વાહિયાત જ નહીં,  વિશ્વાસ અપાવે તેવું પણ નથી. હાઇકોર્ટે ચીફ સેક્રેટરીને નવેસરથી સોગંદનામુ કરવા કરવા હુકમ કર્યો છે. હાઇકોર્ટ એમ પણ નોંધ્યું કે, રાજ્ય સરકાર ચાઈનીઝ દોરી અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના મુદ્દાની અમલવારીને હળવાશમાં લઈ રહી છે, જે ચલાવી લેવાશે નહીં. 

કોર્ટે પોતાના હુકમમાં એમ પણ નોંધ્યું કે, લોક જાગૃતિ ફેલાવવા માટેના જરૂરી પગલાંની અમલવારી બાબતે પણ રાજ્ય સરકારનું સોગંદનામુ કોઈ વિગતો દર્શાવતું નથી. કોર્ટે એમ પણ નોંધ્યું કે, માત્ર અગાઉના જાહેરનામાઓની વિગતો સોગંદનામાં પર મૂકી દેવાથી સરકારનો ભવિષ્યનો એક્શન પ્લાન છતો થતો નથી અને જ્યારે કોર્ટે સરકારને સ્પષ્ટપણે સરકારનો એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો છે તેમ છતાંય સરકારનું સોગંદનામુ તે બાબતે મૌન છે.

હાઇકોર્ટ મુદ્દાની સુનાવણી 7 જાન્યુઆરીના રોજ શનિવારના દિવસે નિયત કરી છે. બીજી બાજુ અરજદાર તરફથી પણ અમુક સૂચનો રજૂ કરવામાં આવ્યા જે દિશામાં જો સરકાર કામગીરી કરે તો લોકો અને પક્ષીઓને થતી ઇજા અને મૃત્યુ અટકી શકે તેવી અરજદારે રજૂઆત કરી.. ત્યારે શનિવાર સુધીમાં સરકારે પોતાનું સુગંધનામું નવેસરથી રજૂ કરવાનું છે. જે બાદ કોર્ટના નિર્દેશો મહત્વના બની રહેશે.

અરજદારે રાજ્ય સરકારને કર્યા 10 સૂચનો

1. પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સામે ફરિયાદ મામલે રાઉન્ડ ધ ક્લોક એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે જ્યાં ફરિયાદીના નામની ગોપનીયતા જાળવવામાં આવે

2. સ્થાનિક તંત્ર પણ સામાજિક સંસ્થાઓ અને શાળા કોલેજના બાળકોને સાથે રાખીને પશુ પક્ષીઓ મામલે જાગૃતતા ફેલાવવાનું કામ કરવામાં આવે

3. સ્થાનિક અગ્રણીઓ સાથે રાખી એક કમિટીની રચના કરવામાં આવે જે કલેક્ટર અથવા એસપી કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતામાં બનાવવામાં આવે

4. આવા પ્રકારનું કૃત્ય કરતા પકડાય તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.

5. આ પ્રકારના કિસ્સામાં ઘાયલ થતા લોકો માટે વળતર નક્કી કરવામાં આવે.

6. તમામ પોલીસ મથકોમાં એક વિશેષ ટીમ બનાવવામાં આવે કે જે ગેરકાયદેસર મેન્યુફેક્ચર વેચાણ અને વપરાશ કરતા લોકોની ઓળખ કરી શકે.

7. પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરનારા લોકોને પકડવા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે.

8. ઓનલાઇન વેચાણ કરતા તમામ ઈ કોમર્સ વેબસાઇટને આવા પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા માટે પણ જાણ કરવામાં આવે.

9. પાર્સલ ટ્રાન્સફર કરતી સંસ્થાઓને પણ આવા પ્રકારના પ્રતિબંધિત મટીરીયલની હેરફેર ન કરવા સૂચના આપવામાં આવે.

10. ઉતરાયણના તહેવાર દરમિયાન પણ પોલીસ ચેકિંગ કરે જેના કારણે પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Embed widget