શોધખોળ કરો

‘જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી શિક્ષણની સ્થિતિ આવી જ રહેશે’: AAPના ઈસુદાન ગઢવીનું ટ્વિટ

છોટા ઉદેપુર જિલ્લામાં કથળેલા શિક્ષણના સ્તરને લઈ IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્રથી ખળભળાટ મચી ગયો છે. ધીમે ધીમે હવે આ મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે.

Ahmedabad: છોટા ઉદેપુર જિલ્લામાં કથળેલા શિક્ષણના સ્તરને લઈ IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્રથી ખળભળાટ મચી ગયો છે. ધીમે ધીમે હવે આ મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મામલે ટ્વિટ કર્યુ છે.  તેમેણે કહ્યું, એક IAS ઓફિસરે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, છોટાઉદેપુર અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે. ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં પણ સરકારી શાળાઓની સ્થિતિ બદતર છે. જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી શિક્ષણની આવી સ્થિતિ આવી જ રહેશે.

ગુજરાતના સનદી અધિકારી ધવલ પટેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની 6 જેટલી શાળાઓની લીધેલી મુલાકાતના આધારે પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવને લખેલા પત્રથી રાજ્ય સરકારમાં હડકંપ મચી ગયો છે.  ધવલ પટેલે જાણે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. તેમણે પત્રમાં જે ઉલ્લેખ કર્યા છે તે અત્યંત ચિંતાજનક બાબત છે. એબીપી અસ્મિતા આ વાયરલ પત્રની પુષ્ટી કરતું નથી.

ધવલ પટેલે ત્યાં સુધી લખ્યું હતું કે આદિવાસી વિસ્તારના આ બાળકોને સડેલું શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સડેલું શિક્ષણ ગણાવનાર IAS અધિકારી ધવલ પટેલના લેટર અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થયો એટલે તમામ સ્થળેથી રિપોર્ટ આવ્યા છે. મુખ્યમંત્રીએ સારી વાત સાંભળવાના બદલે સાચી વાત સાંભળવાનો આગ્રહ રાખ્યો હતો.  મુખ્યમંત્રીના આગ્રહ મુજબ ધવલભાઈએ તેના અનુભવના આધારે રિપોર્ટ આપ્યો છે.  કોવિડકાળ દરમિયાન શિક્ષણ બગડ્યું છે. શબ્દ કદાચ સડેલો હોય શકે છે. સમગ્ર ગુજરાતનું શિક્ષણ આવું ના હોઇ શકે.  ધવલભાઇએ તેમણે લીધેલી મુલાકાતના અનુભવની વાત કરી છે.

‘જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી શિક્ષણની સ્થિતિ આવી જ રહેશે’: AAPના ઈસુદાન ગઢવીનું ટ્વિટ

છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણના સત્યાનાશ પર IAS ડૉ. ધવલ પટેલના વાયરલ પત્રથી ખળભળાટ મચી ગયો હતો. શાળાના અનુભવો અંગે શિક્ષણ સચિવને તેમણે પત્ર લખ્યો હતો. વાયરલ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વિદ્યાર્થીઓમાં પાયાનું જ્ઞાન પણ નથી. અલગ અલગ છ શાળાનો ચકાસણી કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો.

IASના વાયરલ પત્ર પર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપવાનો સરકારનો પ્રયાસ છે. જ્યાં પણ ક્ષતિ હશે ત્યાં સુધારો કરાશે. શાળાઓ રહેલી ક્ષતિઓ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. ધવલભાઇએ તેમણે લીધેલી મુલાકાત વિસ્તારની વાત કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget