શોધખોળ કરો
Advertisement
ભાજપમાંથી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી લડવા કયા વોર્ડમાં સૌથી વધારે ઉમેદવારોએ નોંધાવી દાવેદારી, જુઓ લિસ્ટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ત્રણ દિવસ બાદ આજે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ હતી. જેમાં ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો.
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ત્રણ દિવસ બાદ આજે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ હતી. જેમાં ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. અમદાવાદમાં સૌથી વધુ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી. અમદાવાદ મહાનગર પાલિકા માટે સૌથી વધું 2037, રાજકોટ મહાનગર પાલિકા માટે 681, જામનગર મહાનગર પાલિકા માટે 543, સુરત મહાનગર પાલિકા માટે 1949 અને વડોદરા મહાનગર પાલિકા માટે 789 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
અમદાવાદમાં વટવા વિધાનસભા અંતર્ગત આવતા વસ્ત્રાલમાં 40, વટવામાં 31, રામલો –હાથીજણમાં 38 લોકો ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે નિકોલ વિધાનસભામાં વિરાટનગરમાં 52 અને ઓઢવમાં 49 લોકોએ, નરોડ વિધાનસભામાં સરદારનગરમાં 100, નરોડામાં 67, કુબેરનગરમાં 102, ઠક્કરનગર વિધાનસભામાં સૈજપુરમાં 28, ઠક્કરબાપાનગરમાં 48, ઈન્ડિયાકોલોનીમાં 61, બાપુનગર વિધાનસભામાં સરસપુર-રખિયાલમાં 57, બાપુનગરમાં 53, દસક્રોઇના નિકોલ વોર્ડમાં 45 મળી અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારમાં કુલ 771 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી.
ઘાટલોડિયા વિધાનસભા અંતર્ગત આવતા ગોતામાં 36, ઘાટલોડિયામાં 30, થલતેજમાં 61, બોડકદેવમાં 50, વેજલપુર વિધાનસભા હેઠળ આવતાં જોધપુરમાં 50, વેજલપુરમાં 37, સરખેજમાં 35, નારણપુરા વિધાનસભાના નવા વાડજમાં 48, નારણપુરમાં 34, સ્ટેડિયમમાં 28, સાબરમતી વિધાનસભામાં ચાંદલોડિયામાં 41, સાબરમતીમાં 45, રાણીપમાં 44, ગાંધીનગર દક્ષિણના ચાંદખેડામાં 40 મળી ગાંધીનગર લોકસભામાં કુલ 579 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી.
અમરાઈવાડી વિધાનસભા અંતર્ગત આવતાં ઈન્દ્રપુરીમાં 36, ભાઈપુરા-હાઈકેશ્વરમાં 32, અમરાઈવાડીમાં 50, દરિયાપુર વિધાનસભા હેઠળ આવતાં શાહપુરમાં 34, દરિયાપુરમાં 33, જમાલપુર-ખાડિયા વિધાનસભાના બહેરામપુરામાં 27, ખાડિયામાં 24, જમાલપુરમાં 15, મણિનગર વિધાનસભાના ખોખરામાં 49, મણિનગરમાં 39, ઇસનપુરમાં 48, લાંભામાં 40, દાણીલીમડા વિધાનસભામાં ગોમતીપુરમાં 44, દાણીલીમડામાં 26, અસારવા વિધાનસભાના શાહીબાગમાં 47, અસારવામાં 41, એલીસબ્રિજ વિધાનસભામાં નવરંગપુરામાં 35, પાલડીમાં 30, વાસણમાં 37 મળી અમદાવાદ પશ્ચિમ લોકસભામાં કુલ 687 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement