Coronavirus Cases LIVE: ગુજરાતમાં 28 દિવસ બાદ નોંધાયા 100થી ઓછા મોત, એક જ દિવસમાં 934 કેસનો ઘટાડો
Gujarat Coronavirus Cases Updates: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા કેસોની સંખ્યા સ્થિર રહી છે.
LIVE
Background
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા કેસોની સંખ્યા સ્થિર રહી છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાથી નિધન
દેશમાં કુલ કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
છેલ્લા 24 કલાકમાં આ બે જિલ્લામાં 1000થી વધુ કેસ
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ અને વડોદરા એમ માત્ર બે જિલ્લા એવા છે જ્યાં કોરોનાના દૈનિક કેસ ૧ હજારથી વધુ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૨,૪૬૦ જ્યારે વડોદરામાં ૧,૦૩૪ કેસનો સમાવેશ થાય છે. આ પૈકી અમદાવાદ શહેરમાં ૨૩૯૬-ગ્રામ્યમાં ૬૪, વડોદરા શહેરમાં ૫૬૯-ગ્રામ્યમાં ૪૬૫ નવા કેસ સામે આવ્યા છે. બીજી તરફ સુરત શહેરમાં ૫૯૮-ગ્રામ્યમાં ૨૦૮ સાથે ૮૦૬, રાજકોટ શહેરમાં ૨૭૪-ગ્રામ્યમાં ૨૦૨ સાથે ૪૭૬ કેસ નોંધાયા છે. કુલ કેસ હવે અમદાવાદમાં ૨,૨૧,૩૭૪-સુરતમાં ૧,૩૪,૫૭૭-વડોદરામાં ૬૬,૫૭૪ અને રાજકોટમાં ૫૨,૬૧૯ છે.
ગુજરાતમાં કેટલા છે એક્ટિવ કેસ
રાજ્યમાં હાલ ૧,૧૧,૨૬૩ એક્ટિવ કેસ છે જ્યારે ૭૯૧ દર્દી વેન્ટિલેટર પર છે. અત્યારસુધી કુલ ૬,૨૪,૧૦૭ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. વધુ ૧.૨૯ લાખ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૯ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૩૯,૭૬૦ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
ગુજરાતમાં મૃત્યુઆંક 9 હજારને પાર
ગુજરાતમાં કોરોનાના કેસની ગતિમાં દિવસેને દિવસે રાહતજનક ઘટાડો થઇ રહ્યો છે. શનિવારે રાજ્યમાં ૯,૦૬૧ નવા કેસ નોંધાયા હતા અને ૯૫ના મોત થયા હતા. આમ, શુક્રવારની સરખામણીએ શનિવારે કોરોનાના કેસમાં ૯૩૪નો ઘટાડો થયો હતો. ૧૭ એપ્રિલ બાદ પ્રથમવાર દૈનિક મૃત્યુઆંક ૧૦૦થી નીચે આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૭,૪૪,૪૦૯ જ્યારે કુલ મરણાંક ૯ હજારને પાર થઇને હવે ૯,૦૩૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫,૦૭૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.