શોધખોળ કરો

ગુજરાતની કોરોના ટાસ્ક ફોર્સની ચેતવણી, અત્યારે યુધ્ધ જેવી સ્થિતિ છે એટલે.......

ડો. વી.એન. શાહે કહ્યું હતું કે , આ એક  યુદ્ધ જેવી પરિસ્થિતિ છે માટે મેડિસીન બાબતે ઘણી બધી ગેરસમજ પણ છે, તેને દૂર કરી વેક્સિનેશન માટે માસ મુવમેન્ટ ચલાવી પડશે. પત્રકાર પરીષદમાં તમામ ડોક્ટરોએ સ્વીકાર કર્યો હતો કે, પહેલાની કોરોના વેવની તુલનાએ આ વેવ વધારે ઘાતક છે અને સ્થિતિ પણ ખૂબ જ ગંભીર છે. ડો. તેમજ પટેલે જણાવ્યું હતું કે, આ વાયરસે તમામ માપદંડ તોડી નાંખ્યા છે. આ વાયરસ અલગ પ્રકારનો છે. તે 45 ડિગ્રીમાં પણ જોવા મળ્યો અને માઇનસ 45 ડિગ્રીમાં પણ જોવા મળ્યો છે. 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યાના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોતરા અને રાજકોટની હોસ્પિટલો દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. ગુજરાત સરકારે પણ સ્થિતિને પહોંચી વળવા માટે કવાયત હાથ ધરી છે, પરંતુ સ્થિતિ પર હજુ કાબી મેળવી શકાયો નથી. ઘણાં શહેરોમાં તો સ્મશાનોમાં અંતિમક્રિયા માટે પણ લાંબી કતારો લાગી છે. 

આ અંગે કોવિડ ટાસ્ટ ફોર્સ કમિટીના ડો. તેજસ પટેલ. ડો. વી.એન. શાહ, ડો. અતુલ પટેલ અને ડો. તુષાર પટેલે પત્રકાર પરીષદ કરીને લોકોને બે હાથ જોડીને વિનંતી કરી હતી કે, વેક્સિન લઈ લો અને સરકારી ગાઇડલાઇનનું પાલન કરો નહીં તો સ્થિતિ આથી પણ વિનાશકારી બનીને સામે આવી શકે છે. 

ડો. વી.એન. શાહે કહ્યું હતું કે , આ એક  યુદ્ધ જેવી પરિસ્થિતિ છે માટે મેડિસીન બાબતે ઘણી બધી ગેરસમજ પણ છે, તેને દૂર કરી વેક્સિનેશન માટે માસ મુવમેન્ટ ચલાવી પડશે. 

પત્રકાર પરીષદમાં તમામ ડોક્ટરોએ સ્વીકાર કર્યો હતો કે, પહેલાની કોરોના વેવની તુલનાએ આ વેવ વધારે ઘાતક છે અને સ્થિતિ પણ ખૂબ જ ગંભીર છે. ડો. તેમજ પટેલે જણાવ્યું હતું કે, આ વાયરસે તમામ માપદંડ તોડી નાંખ્યા છે. આ વાયરસ અલગ પ્રકારનો છે. તે 45 ડિગ્રીમાં પણ જોવા મળ્યો અને માઇનસ 45 ડિગ્રીમાં પણ જોવા મળ્યો છે. 

પત્રકાર પરીષદમાં ટાસ્ક ફોર્સે કેટલાક સૂચનો પણ આપ્યા છે અને લોકોને કોરોના વેક્સિનેશન પ્રત્યે જાગૃત્ત થઈ કોઈ પણ કંપનીની રસી હોય ઝડપથી લેવાની સલાહ આપી હતી. કેમકે, વેક્સીન લીધા પછી રિક્વરી ઝડપી બને છે. વેક્સિનથી વાયરલ લોડ ઓછો રહે છે. તેમજ તજજ્ઞોએ જણાવ્યું હુતં કે, લોકડાઉન એ વાયરસ સામે લડવાનો રસ્તો નથી. લોકડાઉનથી આર્થિક વ્યવસ્થા ખોરવાય છે. 

ડો. અતુલ પટલે યુવાનોને ઘરની બહાર ન જવા અપીલ કરી હતી અને માસ્ક પહેરવા પર ભાર મૂક્યો હતો. તેમણે 80 ટકા દર્દીઓને ત્રણ સલાહ આપી હતી કે, આરામ કરવો, પાણી પીવું, ગભરાઈને યોગ કરવાનું વધારી ન દેવું જોઇએ. સાથે જ પેરાસીટામોલ ગોળી જરૂરિયા મુજબ લેવાની સલાહ આપી હતી.  તેમણે રેમડેસીવીર અંગે પણ જણાવ્યું હતું કે, રેમડેસીવીર ગંગાજળ કે રામબાણ નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget