શોધખોળ કરો

ગુજરાતના પોલીસ વડાને લાગ્યો કોરોનાનો ચેપ, કેવા છે લક્ષણો? જાણો વિગત

હવે ગુજરાતના પોલીસ વડા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ડીજીપી આશિષ ભાટિયાને કોરોના થયો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર કાળો કેર વર્તાવી રહી છે. દૈનિક કેસો હવે 10 હજારની નજીક પહોંચી ગયા છે, ત્યારે હવે ગુજરાતના પોલીસ વડા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ડીજીપી આશિષ ભાટિયાને કોરોના થયો છે. શરદી અને ઉધરસના લક્ષણ જણાતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં હોમ આઈસોલેટ થયા છે. સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરકાવવા આશિષ ભાટિયાએ અપીલ કરી છે. 

કોરોનાની ત્રીજી લહેરમાં 10 ધારાસભ્યો થયા કોરોના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે ધીરે ધીરે પીક પકડી રહી છે, ત્યારે એક પછી એક ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હવે ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.

ગઈ કાલે ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારા કોરોના સંક્રમિત થયા હતા. અનિલ ઝોશીયારા અને તેમના પત્ની કોરોના સંક્રમિત થતાં બંને ક્વોરેન્ટાઇન થયા છે. 

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી ઘરે જ સારવાર લઇ રહ્યા છે. ગઈ કાલે ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત થયા હતા. તેમણે જાણકારી આપતાં લખ્યું છે કે, અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પાછલા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોઈ, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કોરેન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.

રાજકોટમાં જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ટ્વિટ કરીને કુંવરજીભાઇ બાવળિયાએ જાણકારી આપી. ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, જિલ્લા ભાજપના નેતા મનીષ ચાંગેલા અને હવે રાજકોટ જીલ્લાના ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. મુખ્યમંત્રીની રેલી બાદ એક બાદ એક નેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છેય

આ પહેલા અમરેલીમાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત કોરોના ગ્રસ્ત થયા હતા. ગોવા ખાતે ફંક્શનમાં ગયા હતા દુધાત. સુરત પરત ફરતા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. વેકસીનના બંને ડોઝ લીધા હોવા છતાં ધારસભ્ય પ્રતાપ દુધાત કોરોના ગ્રસ્ત થયા. હાલ સુરત ખાતે પોતાના ઘરમાં ધારસભ્ય પ્રતાપ દુધાત થયા હોમ આઇશોલેટ છે. 

આ સિવાય વડોદરામાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા કોરોના પોઝિટિવ થયા હતા. ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના પુત્ર ધ્રુમિલ મહેતા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બંને પિતા પુત્ર હોમ આઇસોલેશનમાં હતા. આ પહેલા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને પ્રદેશ મંત્રી શીતલ સોની પણ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. આ પહેલા ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. 

ધારાસભ્યોને કોરોના

અક્ષય પટેલ, ધારાસભ્ય, કરજણ

અનિલ જોશીયારા, ધારાસભ્ય, ભીલોડા

કુંવરજી બાવળીયા, ધારાસભ્ય, જસદણ

પરસોત્તમ સાબરિયા, ધારાસભ્ય, ધ્રાંગધ્રા

યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર

પ્રતાપ દૂધાત, ધારાસભ્ય, સાવરકુંડલા

શૈલેષ સોટ્ટા, ધારાસભ્ય, ડભોઈ

પિયુષ દેસાઇ, ધારાસભ્ય, નવસારી

ઝંખના પટેલ, ધારાસભ્ય, ચોર્યાસી

જીતુ ચૌધરી, મંત્રી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે
શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે
Embed widget