Gujarat Election 2022: આવતીકાલે અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો, 16 બેઠક પર કરશે પ્રચાર
આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે
અમદાવાદઃ આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. એક તરફ સૌરાષ્ટ્ર , કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હશે તો બીજી તરફ વડાપ્રધાન મોદી અમદાવાદમાં મેગા રોડ શો કરશે. પીએમ મોદી અમદાવાદની 16 બેઠક પર રોડ શૉ યોજશે.
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના વિજય સંકલ્પ સંમેલન
— BJP Gujarat (@BJP4Gujarat) November 30, 2022
તારીખ: 1 ડિસેમ્બર, 2022, ગુરૂવાર#ભરોસાની_ભાજપ_સરકાર#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે#ભાજપ_આવે_છે pic.twitter.com/SgS6usZ1UJ
એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદીનો રોડ શૉ શરૂ થશે. અલગ અલગ વિસ્તારમાં ફર્યા બાદ રોડ શૉ ચાંદખેડામાં પૂર્ણ થશે. મોદીના રોડ શૉને લઈને ભાજપના નેતાઓ તડામાર તૈયારી કરી રહ્યાં છે. રોડ શો મારફતે વડાપ્રધાન 16 બેઠક પર પ્રચાર કરશે. ભાજપના કાર્યકર્તાઓને તૈયારીઓ માટે સૂચના આપી દેવામાં આવી છે. 30 થી વધુ સ્થળોનો રોડ શોનો મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં વડાપ્રધાન મોદીના રોડ શોને લઇને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરાયા હતા. દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની/કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ સને -૧૮૬૦ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
Gujarat Assembly Election 2022: આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન, 19 જિલ્લામાં થશે મતદાન
ગાંધીનગરઃ આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 788 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ થશે. મતદાનને લઇને ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. 25 હજાર 430થી વધુ મતદાન મથક પર 2 કરોડ 39 લાખથી વધુ લોકો મતાધિકારીઓ ઉપયોગ કરશે.
આવતીકાલે 10 મંત્રી સહિત અનેક મહારથીઓનું ભાવિ EVMમાં કેદ થશે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠક પરથી અનેક દિગ્ગજો મેદાને છે. સરકારમાં પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી, છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કુંવરજી બાવળિયા, મોરબીમાં પુલ દુર્ઘટનામાં બચાવકાર્ય કરીને ચર્ચામાં આવેલા કાંતિલાલ અમૃતિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા, તો, ગોંડલથી ગીતા બા જાડેજાના ભાવિ ઇવીએમમાં કેદ થશે. તે સિવાય AAPના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી, AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, તેમજ AAP નેતા અલ્પેશ કથિરિયાના ભાવિ પણ આવતીકાલે નક્કી થશે