શોધખોળ કરો

ગુજરાતમાં દારૂબંધી અંગે ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યું હાઈકોર્ટે?

રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઇકોર્ટ સમક્ષ ટકી શકે. એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઇકોર્ટે ફગાવ્યો હતો. 

અમદાવાદઃ દારૂબંધીને પડકારતી વિવિધ અરજીઓ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઇકોર્ટ સમક્ષ ટકી શકે. એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઇકોર્ટે ફગાવ્યો હતો. 

અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજુઆત હાઇકોર્ટે નકારી છે. વ્યક્તિ પોતાના ઘરની ચાર દીવાલમાં બેસીને શુ ખાશે કે શુ પીશે એની પર સરકાર અંકુશ ના રાખી શકે એવી રજુઆત સાથે હાઇકોર્ટમાં અરજી થઈ છે. દારૂબંધીને પડકારતી અરજીઓ પર હાઈકોર્ટમાં સુનાવણી થશે. 

રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઇકોર્ટે ફગાવ્યો હતો. અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજૂઆત હાઇકોર્ટે નકારી હતી.

આ પહેલાંની સુનાવણીમાં પણ દારૂબંધીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદારોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે  કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી. અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે કે જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાય છે તે વ્યાજબી નથી. દારૂ પીધેલી સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ વ્યાજબી નથી. બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસીને આવતા લોકો સામે કાર્યવાહી યોગ્ય નથી.

તેમણે રજૂઆત કરી કે, ડ્રાઇવરે  દારૂ પીધો હોય તો સરકાર કાર્યવાહી કરે પરંતુ આ પ્રકારની રોક વ્યાજબી નથી. પહેલાંની સુનાવણી વખતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણવાળી બેંચે પૂછ્યું હતું કે, દારૂ પીધા પછી વ્યક્તિને તેની અસર કેટલો સમય રહેતી હોય છે? વ્યક્તિ કેટલો સમય નશામાં રહેશે એ સરકારે ક્યાંય જાહેર કર્યું છે ખરું? દારૂબંધી લાગુ કરવા પાછળનું કારણ શું તે કાયદાના વ્યાપ કે હેતુમાં ક્યાંય લખેલું છે ખરું?

અરજદારોએ  રજૂઆત કરી હતી કે, દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો નથી. તેના જવાબમાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે,  જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો. અરજદારોની રજૂઆત હતી કે, બંધારણ સભાની ચર્ચામાં પણ દારૂબંધી મુદ્દે સભ્યોમાં મતમતાંતર હતા. બંધારણ સભાએ પણ પ્રોહીબિશન લાગુ કરવું કે નહીં એનો નિર્ણય રાજ્યો પર છોડ્યો હતો. દારૂબંધીના કાયદાને ઘણી જોગવાઈઓ મુદ્દે બોમ્બે હાઈકોર્ટ કે  સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય લીધા નથી તેવામાં આ હાઇકોર્ટને સત્તા છે કે આ મુદ્દા ઉપર નિર્ણય લે એવી પણ અરજદારોની રજૂઆત હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget