શોધખોળ કરો

સુરતઃ પાલનપુરના મુસ્લિમ યુવકને બ્રાહ્મણ યુવતી સાથે બંધાયા સંબંધ, પ્રેમિકા સાથે લગ્ન કરવા બની ગયો હિંદુ, પોલીસ કેરળથી ઉઠાવી લાવી ને......

મૂળ પાલનપુરના મુસ્લિમ યુવકને વતનની બ્રાહ્મણ યુવતી સાથે સંબંધ બંધાયા હતા. બંનેએ છ જાન્યુઆરીએ ભાગીને લગ્ન કરેલાં. યુવકે હિન્દુ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યા હતાં અને લગ્નની નોંધણી રાજસ્થાનના સિરોહીમાં કરાવીને હનીમુન માટે કેરળ ગયા હતા.

અમદાવાદઃ હિંદુ યુવતી સાથે સંબંધ બંધાતાં તેની સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ છોડીને હિંદુ બની જનારા યુવક તથા તેની પત્નિને તાત્કાલિક છોડી મૂકવા ગુજરાત હાઈકોર્ટે પાલનપુર પોલીસને આદેશ કર્યો છે. હાઈકોર્ટે યુવકના ચાર દિવસના રિમાન્ડને પણ રદ કર્યા છે અને આદેશ કર્યો છે કે, નીચલી અદાલત યુગલના જામીન મંજૂર કરે. સુરત આરટીઓમાં કામ કરતા યુવકના બ્રાહ્મણ યુવતી સાથેના લગ્નનો વિવાદ ભારે ચગ્યો છે ત્યારે આ કેસમાં હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે રેન્જ આઈજીને આદેશ કર્યો છે કે, પાલનપુર પોલીસે આ યુગલની કરેલી ગેરકાયદેસર અટકાયત મુદ્દે તપાસ કરીને રિપોર્ટ ડીઆઈજીને સુપરત કરો. હાઈકોર્ટનું અવલોકન છે કે, પોલીસે આ કેસમાં અયોગ્ય તરફેણ કરી છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, યુવક અને તેની પત્ની સુરતમાં રહેવા માગતાં હોવાથી તેમને સુરત જવા દેવામાં આવે. સુરત પોલીસ કમિશનરને આદેશ કરાયો છે કે, આ યુગલન ઓછામાં ઓછા એક માસ સુધી યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવો. હાઈકોર્ટે બનાસકાંઠા પોલીસને આદેશ કર્યો છે કે, યુગલ જ્યારે તેના વતન પરત ફરે ત્યારે તેને યોગ્ય સુરક્ષા આપો. મૂળ પાલનપુરના મુસ્લિમ યુવકને વતનની બ્રાહ્મણ યુવતી સાથે સંબંધ બંધાયા હતા. બંનેએ છ જાન્યુઆરીએ ભાગીને લગ્ન કરેલાં. યુવકે હિન્દુ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યા હતાં અને લગ્નની નોંધણી રાજસ્થાનના સિરોહીમાં કરાવીને હનીમુન માટે કેરળ ગયા હતા. યુવતીના પિતાએ પાલનપુર ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી કે, યુવક પરિણિત છે અને પોતાને કુંવારો ગણાવીને છેતરપિંડી કરી છે. યુવકે ધર્મપરિવર્તન કરીને ગુજરાત ફ્રિડમ ઓફ રિલિજીયન એક્ટનો પણ ભંગ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ કાયદા મુજબ ધર્મપરિવર્તન કરવા માટે મંજૂરી મેળવવી પડે છે. આ ફરિયાદ બાદ પોલીસે કેરળ જઈને યુગલની અટકાયત કરીને યુવક સામે ગુજરાત ફ્રિડમ ઓફ રિલિજીયન એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી. હાઈકોર્ટમાં યુવકના ભાઈએ હેબિયસ કોર્પસ કરી હતી કે, તેના ભાઈ અને તેની પત્નીને પોલીસે ખોટી રીતે અટકાયત કરીને જેલમાં પૂર્યા છે. તેનો ભાઈ સુરત આરટીઓનો કર્મચારી છે. પાલનપુર પોલીસે તેના ભાઈની 9 જાન્યુઆરીએ ગેરકાયદેસર રીતે અટકાયત કરીને છેક 15 જાન્યુઆરીએ ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ કરાયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Embed widget