લિવ-ઇન પાટર્નર યુવતીને પાછી મેળવવા યુવકે કરી હેબિયસ કોર્પસ, હાઈકોર્ટે કરાવ્યો મેળાપ, ચુકાદાના દિવસે જ કર્યા લગ્ન
બનાસકાંઠાના એક યુવકને યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. પ્રેમસંબંધ આગળ વધતાં યુવક યુવતી સાથે લિવ-ઇન રિલેશનમાં રહેવા લાગ્યો હતો. યુવતીના પરિવારને સંબંધ મંજૂર ન હોવાથી પરાણે બંનેને છૂટા પડાયા હતા.
અમદાવાદઃ બનાસકાંઠાના એક યુવકને યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. પ્રેમસંબંધ આગળ વધતાં યુવક યુવતી સાથે લિવ-ઇન રિલેશનમાં રહેવા લાગ્યો હતો. જોકે, યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી પરાણે બંનેને છૂટા પાડવામાં આવ્યા હતા. લિવ-ઇન પાટર્નરને તેના પરિવારજનો લઈ જતાં યુવકે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી.
આ હેબિયસ કોર્પસ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થતાં યુવતીએ યુવક સાથે જવાની ઇચ્છા દર્શાવી હતી. તેમજ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા પણ દર્શાવી હતી. સુનાવણીના દિવસે જ યુવક 21 વર્ષનો થયો હોવાથી અને બંનેએ લગ્નની ઇચ્છા દર્શાવતા કોર્ટે લગ્ન રજિસ્ટ્રેશન માટે લિગલ સર્વિસ ઓથોરિટને જરૂરી મદદ કરવાનો નિર્દેશ કર્યો હતો.
આમ, ગુજરાત હાઈકોર્ટે યુવકનો તેના લિવ-ઇન પાટર્નર સાથે મિલાપ કરાવ્યો હતો અને બંને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. નોંધનીય છે કે, યુવક અત્યારે નેવીમાં તાલીમ લઈ રહ્યો છે. બંનેને હાઈકોર્ટના ચુકાદા પછી તરત લગ્ન કરી લીધા હતા.
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,077 નવા કેસ નોંધાયા છે, જ્યારે 657 લોકોના મોત થયા છે. ગઈ કાલ કરતાં કેસમાં 13.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં એક્ટિવ કેસ ઘટીને 6,97,800 થઈ ગયા છે. બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5,07,177 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 4.13 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2275 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 21437 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 143 લોકો વેન્ટીલેટર પર છે. 21294 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,78,289 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,761 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 21 લોકોના મોત થયા છે.
બીજી તરફ આજે 8172 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.34 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 21 મોત થયા. આજે 1,66,610 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં એક, મહેસાણામાં એક, બનાસકાંઠામાં એક, રાજકોટ કોર્પોરેશનમાં એક, સુરતમાં બે, તાપીમાં એક, રાજકોટમાં બે, સાબરકાંઠામાં એક, ભરૂચમાં એક, જામનગરમાં એક, વલસાડમાં એક કોરોના દર્દીઓનું મોત થયું છે.
અત્યાર સુધીમાં કુલ 11,78,289 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 97.34 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 19 ને પ્રથમ અને 31 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2881 ને પ્રથમ અને 13,033 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 13,116 ને પ્રથમ અને 37,544 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 11,564 ને પ્રથમ અને 55,906 ને બીજો ડોઝ અપાયો હતો. 32,516 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,66,610 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,05,10,421 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.