શોધખોળ કરો

Employment: યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન, ભારત સરકારના મંત્રાલયે કર્યો ખુલાસો

ગાંધીનગર: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતા અહેવાલ અંગે માહિતી આપતા શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું કે, રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત વર્ષ ૨૦૦૨થી દેશમાં સતત પ્રથમ ક્રમાંકે છે.

ગાંધીનગર: ગુજરાતે અનેક ક્ષેત્રે અગ્રેસર રહી દેશના અન્ય રાજ્યોને હરહંમેશ પ્રેરણા આપી છે. તાજેતરમાં જ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતા અહેવાલ અંગે માહિતી આપતા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત વર્ષ ૨૦૦૨થી દેશમાં સતત પ્રથમ ક્રમાંકે છે. જે અનુક્રમને ગુજરાતે આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–૨૦૨૩’ મુજબ વર્ષ ૨૦૨૨ દરમિયાન રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત ફરી એકવાર પ્રથમ ક્રમે આવ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

મંત્રી રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના યુવાધનને યોગ્ય રોજગારી મળી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી રોજગાર મેળા સહિતના અનેક પ્રયાસો હાથ ધરી રહી છે. જેના પરિણામે જ આજે ગુજરાત રોજગારી પૂરી પાડવામાં સતત અવ્વલ રહ્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯ થી ૨૦૨૨-૨૩ દરમિયાન ૫ વર્ષના સમયગાળામાં રોજગાર કચેરીઓ દ્વારા ૧૫ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ સમયગાળામાં ૭ હજારથી વધુ ભરતીમેળાના આયોજન થકી જ રાજ્યના આશરે ૮ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી મળી છે.

Employment: યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન, ભારત સરકારના મંત્રાલયે કર્યો ખુલાસો

આટલું જ નહિ, ગુજરાતના યુવાનોને રોજગારીની તકો આપવા તેમજ નોકરીદાતાઓને તેમની જરૂરીયાત મુજબનું માનવબળ ઓનલાઈન વ્યવસ્થાથી પૂરી પડવાના હેતુ સાથે રાજ્ય સરકારે નવતર પહેલના ભાગરૂપે "અનુબંધમ" વેબપોર્ટલ તથા મોબાઇલ એપ વિકસાવી છે. આજે આ વેબપોર્ટલ નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહી છે, તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

દેશની ૪૩ ટકા રોજગારી ગુજરાતે પૂરી પાડી
‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–૨૦૨૩’માં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૨માં દેશભરના રાજ્યો દ્વારા કુલ ૬,૪૪,૬૦૦ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. જેના ૪૩ ટકા એટલે કે ૨,૭૪,૮૦૦ જેટલા યુવાનોને ગુજરાતે રોજગારી પૂરી પાડી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ખાલી પડેલી ૧૩,૬૭,૬૦૦ જેટલી જગ્યાઓની નોંધણી કરવામાં આવી છે, જેની સામે ગુજરાત ૩,૫૯,૯૦૦ ખાલી જગ્યાઓની નોંધણી સાથે દેશમાં બીજા ક્રમે છે.

અનુ. જાતિ અને અનુ. જનજાતિના યુવાનોને રોજગારી આપવામાં પણ ગુજરાત પ્રથમ
ગત માર્ચ-૨૦૨૩માં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દર્શાવ્યા અનુસાર ગુજરાત અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગારી પૂરી પાડવામાં પણ દેશમાં પ્રથમ છે. ભારતમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન અનુસૂચિત જાતિના ૩૮,૭૦૦ યુવાનોને રોજગારી આપવામાં આવી, જેની સામે ગુજરાતમાં તેના ૫૮ ટકા એટલે કે, ૨૨,૬૦૦ અનુસૂચિત જાતિના યુવાનોને રોજગારી આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં અનુસૂચિત જનજાતિના ૨૨,૦૦૦ ઉમેદવારોને વર્ષ ૨૦૨૨માં નોકરી મળી, તેના ૮૬ ટકા એટલે કે ૧૯,૧૦૦ અનુ. જનજાતિના યુવાનોને ગુજરાતમાં રોજગારી અપાઈ છે.

મહિલાઓને રોજગારી આપવામાં ગુજરાત બીજા ક્રમે
ગુજરાત રાજ્ય માત્ર પુરુષોને જ નહિ, મહિલાઓને પણ આજે રોજગારીની સમાન તકો પૂરી પાડી રહ્યું છે. અહેવાલ અનુસાર ગુજરાત રાજ્ય મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. ભારતભરમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન કુલ ૧,૨૨,૭૦૦ મહિલાઓને રોજગારી આપવામાં આવી છે, જેની સામે ગુજરાત દ્વારા ૪૫,૮૦૦ એટલે કે ૩૭ ટકા જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત રોજગારવાન્છું મહિલાઓની નામ નોંધણીમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ આવ્યું છે. સમગ્ર ભારતમાં થયેલી ૮ ટકા મહિલાઓની નામ નોંધણીમાં ગુજરાતનો ફાળો ૭૫ ટકા જેટલો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Embed widget