શોધખોળ કરો

ગુજરાતના આ 18 જિલ્લામાં આજે અતિ ભારે વરસાદની આગાહી, 26 સુધીમાં વરસાદ કયા જિલ્લાઓને ઘમરોળશે ? 

આગામી 25 અને 26 સપ્ટેમ્બર સુધી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદઃ આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં તો મેઘરાજા મન મૂકીને વરસશે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે . હવામાન વિભાગ અનુસાર બુધવાર અને ગુરૂવારના મેઘરાજા ખમૈયા કરે તેવી શક્યતા છે. પણ 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. 

હવામાન ખાતા દ્વારા આગાહી છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં 22 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. રાજકોટ,જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર ,દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના છે. 

આગામી 25 અને 26 સપ્ટેમ્બર સુધી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતાં બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRFને સૂચના અપાઈ છે.

આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાવાળા ઉ૫રોક્ત જિલ્લાઓમાં રાહત બચાવ અંગે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી શકાય તે રીતે સંપૂર્ણ એલર્ટ રહેવા લાઇન વિભાગના હાજર અઘિકારીઓને સૂચના અપાઈ છે. વરસાદ અંગે IMDની આગાહી ધ્યાને લેતા કડાણા ડેમની ઈનફ્લો / આઉટફ્લો અંગે રિપોર્ટ મોકલવા સિંચાઇ વિભાગના હાજર અઘિકારીને સૂચના અપાઈ છે.

ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 76.44 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસ્યો છે વરસાદ. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 88.35 ટકા વરસી ચૂક્યો છે વરસાદ.

સતત મેઘમહેર થતાં રાજ્યમાં વરસાદની ઘટમાં થઈ રહ્યો છે ઘટાડો. હાલ ફક્ત 17 ટકા જ વરસાદની ઘટ છે. રાજ્યના 53 ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે. જેમાના 49 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. હાલ રાજ્યના 79 ડેમ હાઈ એલર્ટ પર છે તો 12 ડેમ એલર્ટ પર છે.

નવસારી જિલ્લામાં વરસાદ

અમરેલી જિલ્લામાં વરસાદ

અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલના કારણે નદી, ચેકડેમમાં પાણીની આવક થઈ રહી છે. લાઠીની ગાગડીયા નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગાગડીયા નદીના પાણી પુલ પર ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લાઠી અને ઉપરવાસમાં બાબરા પંથકમાં પડેલા સારા વરસાદને કારણે નદીમાં પાણીની આવક થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget