શોધખોળ કરો
Advertisement
ગુજરાતની કઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતનાં પરિણામોમાં કોંગ્રેસ આગળ નિકળતાં ભાજપમાં સોપો ?
ભાવનગરનાં શરૂઆતનાં પરિણામોમાં ભાજપ 3 બેઠકો પર જ્યારે કોંગ્રેસ 5 બેઠક પર આગળ નિકળતાં ભાજપમાં સોપો પડી ગયો હતો.
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતનાં રૂઝાનમાં ભાજપને જોરદાર આંચકો લાગ્યો છે. ભાવનગરનાં શરૂઆતનાં પરિણામોમાં ભાજપ 3 બેઠકો પર જ્યારે કોંગ્રેસ 5 બેઠક પર આગળ નિકળતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 52 બેઠકો છે. ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હોમ ટાઉનમાં ભાજપને ફટકો પડશે કે શું એવો સવાલ થવા માંડ્યો છે. આ વલણ 9.30 કલાક સુધીનાં છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.
છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપાસની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion