Ahmedabad: અમદાવાદ બન્યુ લોહિયાળ, ડ્રગ્સના વેચાણ મામલે બબાલ થતાં ચાકૂના ઘા મારી યુવકની હત્યા કરાઇ
Ahmedabad News: શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઊંટવાળી ચાલીમાં બે શખસોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી દીધી છે
Ahmedabad News: અમદાવાદમાં વધુ એક લોહીયાળ જંગ ખેલાયો છે. સામે આવેલા સમાચાર પ્રમાણે, શહેરના કાગડા પીઠ વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. અગાઉ થયેલી બબાલની અદાવત રાખીને બે શખ્શોએ એક યુવક પર ઉપરાછાપરી છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના ઘટી છે. હાલમાં મૃતકના પરિવારજનો એ માંગ પર અડ્યા છે કે, જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહને સ્વિકારવામાં આવશે નહીં.
કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ હત્યાની ઘટનાની નોંધાયેલી ફરિયાદ અનુસાર, શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઊંટવાળી ચાલીમાં બે શખસોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી દીધી છે. માહિતી છે કે, કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઊંટવાળી ચાલીમાં કિરણ ચૌહાણ સહિત બે શખ્સોએ પોતાની જુની અદાવતને ધ્યાનમાં રાખીને નીતિન પઢિયાર નામના યુવક પર અચાનક હુમલો કરી દીધો હતો,, અને ચાકૂના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તપાસમાં પત્ની સાથેના પ્રેમ સંબંધમાં હત્યા થઈ હવાનું સામે આવ્યું છે. જોકે, આ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ઘરી છે.
આ ઝઘડામાં નીતિન પઢિયાર નામના યુવકની હત્યામાં કિરણ ઉર્ફે મંગો ચૌહાણ સહિત ત્રણ શખ્સો પર આરોપ લગાવવામાં આવ્યો છે. અગાઉના ઝઘડાની અદાવતમાં હત્યાનો ફરિયાદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતકના ભાઇનો આરોપ છે કે, ડ્રગ્સના વેચાણનો વિરોધ કરવાની વાતને લઇને ઝઘડો થયો તો તેની અદાવતમાં આ હત્યા કરાઇ છે. પરિવારજનોની માંગ છે કે, જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યા સુધી મૃતદેહ સ્વિકારવામાં નહીં આવે.
આ પણ વાંચો
DoT ની Cyber Crime સામે મોટી કાર્યવાહી, 35 હજાર WhatsApp નંબર અને હજારો ગ્રૃપ થયા બેન