શોધખોળ કરો

Ahmedabad: બે દિવસમાં 1546 સ્પા પર પોલીસે દરોડા પાડી બોલાવ્યો સપાટો, 150 આરોપીઓની ધરપકડ

અમદાવાદ: હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવા અંગેની ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ: હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવા અંગેની ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન અલગ અલગ ૧૫૪૬ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.  રાજ્યભરમાં પોલીસે ૨૪૨ આરોપીઓ સામે ૧૬૯ ગુના દાખલ કરી ૧૫૦ આરોપીઓની ધરપકડ કરી છે.  પોલીસ દ્વારા ૩૨ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં સ્પા પર ચાલતા ગોરખધંધાને લઇને વિવિધ શહેરમાં પોલીસે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજકોટ-શહેરમાં વિવિધ સ્પા સંચાલકોને ત્યાં પોલીસના દરોડા પડ્યાં છે. 50થી વધુ સ્પામાં પોલીસ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 13 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની  ફરિયાદ નોંધાઇ છે. સ્પામાં નાગાલેન્ડ,અમદાવાદ,દિલ્હી,મુંબઇ અને પશ્વિમ બંગાળની થેરાપીસ્ટ કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જો કે સ્પા સંચાલકો દ્રારા રજીસ્ટ્રેશન નહિ કરાવતા કાર્યવાહી હાથ ધરાઇ છે. 

બિગ બજાર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પર્પલ સ્પા,યુનિવર્સીટી રોડ પર આવેલા એન્જોય સ્પા,મવડી રોડ આવેલા પ્લસ સ્પા, અક્ષરમાર્ગ પર આવેલા બુધા ઇન્ટરનેશનલ સ્પા, રૈયા રોડ પર આવેલા સદગુરુ કોમ્પલેક્ષમાં આવેલા ગ્લેમર સ્પા, નિર્મલા રોડ પર આવેલા પ્રિન્સ વેલનેસ સ્પા, ઇન્દિરા સર્કલ પાસે આવેલા આત્મીજ એન્ડ વેલનેસ સ્પા,એસ.એન. કે પાસે શકુંતલા સોસાયટી પાસે આવેલા મિન્ટ વેલનેસ સ્પા વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો. આ મોટાભાગના સ્પામા ગોરખધંધા ચાલતા હોવાની હકીકત સામે આવી છે.

સુરત શહેરના સ્પામાં પણ પોલીસના દરોડા પડ્યાં છે. સુરતમાં એક જ દિવસમાં 50 કેસ સાથે 35ની ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથમાં કુલ 21 સ્થળો પર 10 ટીમનું ચેકિંગ કરવામાં આવ્યુ છે.અમદાવાદના સ્પામાં પણ પોલીસની રેડ પડી છે. અમદાવાદ પશ્ચિમ અને પૂર્વમાં 25 સ્પામાં ચેકિંગ હાથ ધરવામા આવ્યું છે. સ્પામાં ચાલતા વ્યાભિચારને રોકવા  સૂચના અપાઇ છે. ઉપરાંત રેડ દરમિયાન માહિતી સામે આવી છે કે, અનેક ઠેકાણે  નોંધણી વગરના સ્પા ચાલતા હોવાની હકીકત પણ સામે આવી છે. કેટલાક ઠેકાણે સ્પામાં દેહવ્યાપર ચાલતો હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી.

મોરબીમાં પણ સ્પામાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોરબીમાં ભક્તિનગર સર્કલ નજીક અફીમ સ્પામાં પોલીસના દરોડા પાડ્યા છે અહીં મોરબીમાં અફીમ સ્પામાંથી કોન્ડોમના પેકેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહેશ મેવા નામનો શખ્સ ગોરખધંધા ચલાવતો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. છેલ્લા 48 કલાકથી રાજ્યમાં પોલીસના સામૂહિક દરોડા પડ્યાં છે. ભાવનગરમાં વાઘાવાડી રોડ પર સ્પામાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભરુચના અંકલેશ્વરમાં સ્પામાં પણ ચેકિંગ હાથ ઘરવામાં આવ્યું હતું. ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પણ  દરોડા શરૂ થયા છે.    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Embed widget