શોધખોળ કરો

Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજાના મંડાણ, સુરતના કામરેજમાં 2.5 ઇંચ વરસાદ, ક્યાં કેટલો થયો વરસાદ?

ગઈ કાલે પણ રાજ્યમાં સારો વરસાદ પડ્યો હતો. રાજ્યના 61 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના કામરેજ તાલુકામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદના મંડાણ થઈ ગયા છે. ગઈ કાલે પણ રાજ્યમાં સારો વરસાદ પડ્યો હતો. રાજ્યના 61 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના કામરેજ તાલુકામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી વલસાડના કપરાડા, વડોદરાના કરજણ, સુરતના પલસાણામાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જ્યારે બોટાદ, લીંબડી લિલિયા વડિયા, તારાપુર તાલુકામાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે બારોડલી, સુરતના મહુવા, સુરેન્દ્રનગરના વઢવાણ, નવસારી, વલસાડ અને ધારીમાં અડધા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાયના તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. 

સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં આજે ધોધમાર વરસાદ પડશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. નૈઋત્યના ચોમાસાએ ઉત્તર અરેબિયન સમુદ્ર તેમજ ગુજરાતના અન્ય કેટલાક હિસ્સામાં આગેકૂચ કરી છે. જેને પગલે આજે સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.

તો આવતીકાલે જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય આજથી રવિવાર સુધી અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે.

વલસાડમાં વરસાદ

મોડીરાત્રીના વલસાડના કેટલાક વિસ્તારમાં રાત્રીના સમયે વરસાદ શરૂ થયો હતો. વરસાદના હાલાર રોડ, તિથલ રોડ, એમજી રોડ, મોટા બજાર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે અસહ્ય બફારા અને ઉકળાટથી ત્રસ્ત લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

અમરેલી જિલ્લામાં વરસાદ

અમરેલી જિલ્લામાં સતત થઈ રહી છે મેઘમહેર. આજે કુકાવાવ તાલુકામાં વરસ્યો મૂશળધાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી મોટા ઉજળા ગામના પ્રવેશદ્વાર પાસે નદીની જેમ પાણી વહેતા થયા હતા. વરસાદી માહોલને લઈ અમરેલી જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ છે. ધારી, ચલાલામાં સારો વરસાદ વરસ્યો હતો. તો જાફરાબાદ તાલુકામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, બાલાની વાવ અને કાંથારિયા સહિતના ગામમાં વરસાદ વરસ્યો, તો વડીયા શહેર અને આસપાસના ગામોમાં પણ બપોર બાદ વરસાદ વરસ્યો હતો. મોરવાડા, બાટવા, દેવડી સહિતના ગામમાં વરસાદ વરસ્યો, રાજુલા પંથકમાં વરસાદી માહોલ રહ્યો, હિંડોરણા, કડીયાળી, છટડીયા સહિતના ગામોના ખેતરોમાં કાચું સોનું રુપી વરસાદ વરસતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Embed widget