શોધખોળ કરો

ગુજરાતમાં ચાર દિવસ થશે બેવડી ઋતુનો અહેસાસ, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાંથી શિયાળો હવે ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ચાર દિવસ સુધી બેવડી ઋતુનો અહેસાસ થાય તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

અમદાવાદઃ  રાજ્યમાંથી શિયાળો હવે ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ચાર દિવસ સુધી બેવડી ઋતુનો અહેસાસ થાય તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. એટલે કે વહેલી સવારે ઠંડી બપોરે ગરમી અને ફરી પાછી રાત્રી સમયે ઠંડીનો અહેસાસ લોકોએ કરવો પડશે.

ઉત્તર-પૂર્વના પવનોને કારણે રાજ્યના વાતાવરણમાં બેવડી ઋતુનો અહેસાસ રહેશે દરિયાકાંઠાના વિસ્તારોમાં પંદરથી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે તો અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિતના તમામ વિસ્તારોમાં રાત્રી દરમિયાન લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી સુધી રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં તેજ પવનોને કારણે રાત્રે ઠંડીનો વધારો અનુભવાશે.

તારીખ પે તારીખ, સરકારે દસ લાખ યુવાઓના ભાવિ સાથી કરી ફરી રમત, જાણો પરીક્ષાર્થીઓ કેવો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ?

અમદાવાદ :  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાનારી બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની યોજાનારી પરીક્ષા ત્રીજી વાર મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે કે, વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી દિવસોમાં ફરી વાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે એવું કહેવાયું છે પણ ક્યારે લેવાશે એ નક્કી નથી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયથી 10 લાખ પરીક્ષાર્થી નિરાશ છે અને તેમનામાં આક્રોશની લાગણી છે. સુરતમાં પરિક્ષાર્થીઓએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, તારીખ પે તારીખ આપવામાં આવે છે અને પછી આઘાત આપવામાં આવે છે. પરિક્ષાર્થીઓ તૈયારી કરીને બેઠા હતા પણ આ જાહેરાતથી શોક લાગ્યો છે. કેટલાક પરિક્ષાર્થીઓ જોબ છોડીને પરીક્ષા ની તૈયારી કરે છે ત્યારે તેમનું ભાવિ ધૂંધળું બની ગયું છે.  કેટલાક  વિદ્યાર્થી ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં આવી તૈયારી કરે છે તેમને ખર્ચ માથે પડ્યો છે. વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષા લેવા અપીલ કરી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની પરિક્ષા  અગાઉ રદ કરવામાં આવી હતી.  બે વાર આ પરીક્ષા રદ થઇ ચૂકી છે. આખરે ત્રણ વર્ષ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા યોજવા નિર્ણય લેતાં  લાખો વિદ્યાર્થીઓએ પરિક્ષાની તૈયારીઓ કરી હતી. હવે પખવાડિયામાં જ સરકારે ગુલાટં લગાવી દીધી છે. બિન સચિવાલયની કલાર્કની 3901 જગ્યાઓ માટે રવિવારે પરિક્ષા યોજાવાની હતી. ત્રણ વર્ષના લાંબા ઇન્તજાર બાદ પરિક્ષા યોજાવવાની હોઇ પરિક્ષાર્થીઓએ રાતદિવસ વાંચન કરી મહેનત કરી રહ્યાં હતાં. પાટનગર ગાંધીનગર સહિત અન્ય શહેરોમાં કોચિગ કલાસમાં જઇને તૈયારીઓ કરી રહ્યાં હતાં ત્યારે છેલ્લી ઘડીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરી છે.  રવિવારે યોજાનારી પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ દસેક લાખ પરિક્ષાર્થીઓ ભાગ લેવાના હતાં.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Embed widget