ગુજરાતમાં હજુ પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
સૌથી ઠંડુંગાર શહેર નલિયા છે. નલિયામાં ૧૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. જેથી કરીને ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે.
અમદાવાદઃ હવામાન વિભાગે કરેલી આગાહી આગામી દિવસોમાં લોકોને ઠંડીનો ચમકારો વર્તાશે. ઉત્તરપૂર્વીય દિશામાંથી આવતા પહેલા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે ત્યારે સમગ્ર ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો થશે .જેને લઇને આગામી દિવસમાં ઠંડી પડશે .જો કે હાલ નલિયાનું તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું છે જેથી નલિયા ,ઠંડુગાર શહેર છે અને અમદાવાદમાં પણ ઠંડી પડશે.
ઠંડીને લઈને હવામાન વિભાગના વિજીન લાલે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો વર્તાશે. ઉત્તરપૂર્વીય દિશામાંથી પવન આવી રહ્યા છે. સૌથી ઠંડુંગાર શહેર નલિયા છે. નલિયામાં ૧૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. જેથી કરીને ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે.
રાજ્યમાં છેલ્લાં ઘણાં દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં તો વરસાદ પણ પડ્યો છે. જોકે રાજ્યમાં માવઠા બાદ હવે રાજ્યમાં ભેજને કારણે ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે આગામી 10મી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રવિવારે હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે, જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે. જેના કારણે આગામી ચાર પાંચ દિવસ સુધી તાપમાનમનાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે લઘુતમ તાપમાન 17 ડિગ્રી રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજનું પ્રમાણે સવારે 8.30 વાગ્યે 78 ટકા અને સાંજે 5.30 વાગ્યે 59 ટકા નોંઘાયું હતું.
10 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધશે
અમદાવાદમાં આગામી 3 દિવસ લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાને અનુમાન આપ્યું છે કે અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી 10 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદ જ નહીં પણ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારે 10 ડિગ્રીથી પણ નીચે જવાની શક્યતાઓ છે. છેલ્લા ચારેક દિવસથી વાતાવરણમાં પલટો આવવાથી વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
વરસાદને કારમે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કારણ કે વરસાદના કારણે શાકભાજી, કઠોર, ઘઉં, કપાસ અને શેરડીના પાકને નુકશાન થશે. ખાસ કરીને ખેતરમાં પડેલો ઘાસચારો અને હાલમાં શેરડીનું કટિંગ ચાલી રહ્યું છે અને વરસાદ પડવાના કારણે સુગર મિલોની ટ્રકો ખેડૂતોના ખેતરમાં ના જઇ શકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શેરડીનું કટિંગ પણ અટકી ગયું છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં રોજ 50 હજાર ટનથી વધુ શેરડી પીલાણ માટે આવે છે પણ વરસાદ પડવાના કારણે શેરડીના કટિંગ લબાઈ જતા સુગર મિલો અને ખેડૂતોને ભારે નુકશાન થશે.