શોધખોળ કરો

ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણી કરાઇ

ગાંધીજીના જન્મને ૧૫૨ વર્ષ થયા તેમ છતાં તેમનું ચિંતન એટલું જ પ્રભાવક છે. ગાંધીજી અહિંસા માટે ફના થનાર ક્રાંતિકારી હતા

અમદાવાદઃ રાજરત્ન  શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા  વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની વૈવિધ્યપૂર્ણ ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ સંદર્ભે ક્વિઝ, નાટ્યકૃતિ ‘ભાઈ કે પેઈંગ ગેસ્ટ’, ‘ગાંધીવિચાર મનન પરીક્ષા’, ‘વતનના વિદ્યાર્થીની નજરે ગાંધીજી’–પ્રતિભાવ સ્પર્ધા, ‘મહાત્મા ગાંધીજી સંદર્ભી પુસ્તક પ્રદર્શન’, ‘ભારતસરકાર પ્રેરિત સ્વચ્છતા અભિયાન’ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીજીના જન્મને ૧૫૨ વર્ષ થયા તેમ છતાં તેમનું ચિંતન એટલું જ પ્રભાવક છે. ગાંધીજી અહિંસા માટે ફના થનાર ક્રાંતિકારી હતા. આત્મસંહારના સ્વાર્થી માર્ગ ઉપર માણસના અસ્તિત્વ સામે જ આજે જયારે જોખમ ઉભું થયું છે ત્યારે આજે પણ ગાંધીજી પોતાના અક્ષરદેહથી આપણને નમ્રતાપૂર્વક સત્ય, કરુણા અને પ્રેમની મશાલ ચીંધે છે ત્યારે તેમના વિચાર મૂલ્યોને ઉજાગર કરવાના હેતુસર ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૨મી જન્મજયંતિ અને આઝાદીનો અમૃત મહોત્સવની વૈવિધ્યપૂર્ણ ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ સંદર્ભે ક્વિઝ, નાટ્યકૃતિ ‘ભાઈ કે પેઈંગ ગેસ્ટ’, ‘ગાંધીવિચાર મનન પરીક્ષા’, ‘વતનના વિદ્યાર્થીની નજરે ગાંધીજી’–પ્રતિભાવ સ્પર્ધા,  ‘ભારતસરકાર પ્રેરિત સ્વચ્છતા અભિયાન’ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજના આચાર્યશ્રી ડૉ.અનુપમભાઈ નાગર સાહેબની આગેવાનીમાં આઝાદીનો અમૃત મહોત્સવ’ સંદર્ભે વિશિષ્ટ ક્વિઝનું આયોજન કરવામાં આવેલું જેમાં ભાગ લીધેલ કુલ વિદ્યાર્થીની બહેનો વચ્ચે સેમી ફાઈનલ  ક્વિઝ યોજાયેલ અને પ્રથમ ૪૨ વિજેતા વિદ્યાર્થીની બહેનોની પસંદગી દ્વારા ૧. મહાત્મા ગાંધીજી ટીમ. ૨. પંડિત જવાહરલાલ નેહરુ  ૩. સુભાષચંદ્ર બોઝ  ૪. વીર  સાવરકર ૫. સરદાર વલ્લભભાઈ પટેલ ૬. વીર ભગતસિંહ ૭. ચંદ્રશેખર આઝાદ ટીમ એમ કુલ ૭ ટીમ વચ્ચે સ્પર્ધા થયેલ જેમાં પ્રથમ સ્થાને ચંદ્રશેખર આઝાદ ટીમ દ્વિતીય સ્થાને પંડિત જવાહરલાલ નેહરુ ટીમ અને તૃતીય સ્થાને  સુભાષચંદ્ર બોઝ ટીમ વિજેતા ટીમ જાહેર થયેલ. વિજેતા ટીમને કોલેજના આચાર્યશ્રી ડૉ.અનુપમભાઈ નાગર સાહેબ તરફથી અનુક્રમે ૧૦૦૦, ૫૦૦ અને ૩૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવેલ તો  પ્રેક્ષક વિદ્યાર્થીઓ માટે પણ સરપ્રાઈઝ ક્વિઝ રાખવામાં આવી હતી જેના જવાબ આપનાર વિદ્યાર્થીની બહેનોને પણ સુંદર પુરસ્કાર પ્રાપ્ત થયેલ.

આજ કાર્યક્રમમાં નાટ્યગુરુ ચેતનભાઈ દવે લિખિત, દિગ્દર્શિત ગાંધી વિચારોને પ્રસ્તુત કરતી નાટ્યકૃતિ ‘ભાઈ કે પેઈંગ ગેસ્ટ’ ચેતનભાઈના જ માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવી હતી. આ નાટ્યકૃતિ પ્રસ્તુત કરનાર કુલ ૧૧ વિદ્યાર્થીની બહેનોને કોલેજના વાઈસ પ્રિન્સીપાલ પ્રો.રોહિણીબા જાડેજાએ  રૂપિયા ૧૧૦૦ રોકડ પુરસ્કાર અર્પણ કરી તેઓની નાટ્યકલાને બિરદાવી હતી.

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રતિવર્ષ યોજાતી ‘ગાંધીવિચાર મનન પરીક્ષા’ કોરોનાકાળના બે વર્ષ બાદ ફરીથી લેવાઈ રહી છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કોલેજમાં ગાંધી વિચાર સમિતિ દ્વારા ‘ગાંધીવિચાર મનન પરીક્ષા’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજની કુલ ૮૨ વિદ્યાર્થીની બહેનો પરીક્ષામાં જોડાઈ હતી.

પોરબંદર શહેરથી પ્રસિદ્ધ થતા ‘ખબરજગત’ વર્તમાનપત્ર દ્વારા આયોજિત ‘વતનના વિદ્યાર્થીની નજરે ગાંધીજી’–પ્રતિભાવ સ્પર્ધામાં કોલેજની કુલ ૩૨ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં પસંદગી પામેલ કુલ ચાર બહેનોના પ્રતિભાવ ‘ખબરજગત’ વર્તમાનપત્રમાં મોકલવામાં આવ્યા હતા. તો કોલેજના ગ્રંથાલય વિભાગ દ્વારા ‘મહાત્મા ગાંધીજી સંદર્ભી પુસ્તક પ્રદર્શન’ પણ યોજવામાં આવ્યું હતું. એનએસએસ અને એનસીસી વિભાગ દ્વારા ‘ભારતસરકાર પ્રેરિત સ્વચ્છતા અભિયાન’માં કોલેજની લગભગ ૫૫ જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી.

આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ.અનુપમભાઈ નાગર સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધી વિચાર સમિતિ, નાટ્યધારા સમિતિ, ગ્રન્થાલય વિભાગ, એનએસએસ અને એનસીસી વિભાગ, અને સમગ્ર કોલેજ સ્ટાફના સહકારથી યોજાયો હતો અને વાઈસ પ્રિન્સીપાલ પ્રો.રોહિણીબા જાડેજા, નાટ્યગુરુ શ્રી ચેતનભાઈ દવે, ડૉ.કેતકીબેન પંડ્યા, ડૉ.નયનભાઈ ટાંક, ડૉ.શર્મિષ્ઠા પટેલ, પ્રો.શોભનાબેન વાળા, ગ્રંથપાલ છાયાબેન કીડિયા, લેબ ટેકનીશીયન અરવિંદભાઈ રાવલીયા, શ્રી અમીબેન પઢીયાર, શ્રી ગીતાબેન ઓડેદરા, શ્રી નીલેશભાઈ કારાવદરા, કોલેજની વ્યવસ્થાપન સમિતિ અને ક્લાસ રિપ્રેઝન્ટેટિવની સુંદર કામગીરીથી આ વૈવિધ્યસભર કાર્યક્રમ સફળ થયો હતો જેનું સંચાલન કુ.અદિતિ દવેએ કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget