Heatwave: અમદાવાદમાં ગરમીએ છેલ્લા 7 વર્ષોનો તોડ્યો રેકોર્ડ, તાપમાનનો પારો 45ને પાર, હવામાન વિભાગે આપી ચેતવણી
અમદાવાદીઓ ગરમીથી ત્રાહિમાન પોકારી ઉઠયાં છે. સતત વધતા જતાં તાપમાનના પારાના કારણે અસહ્ય ગરમી વધી રહી છે.
Heatwave: છેલ્લા એક સપ્તાહથી અમદાવાદમાં સતત તાપમાનનો પારો ઊંચે જઇ રહ્યો છે. જેના કારણે અંગ દઝાડતી ગરમીનો શહેરીજનો અનુભવ કરી રહ્યાં છે. અમદાવામાં છેલ્લા દિવસોથી તાપમાનો પારો 43ને પાર જતાં અધધ તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી 4 દિવસ શહેરમાં ગરમીને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મે મહિનામાં અમદાવાદમાં વરસેલી ગરમીએ છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મંગળવારે અમદાવાદમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ચાર દિવસ સુધી અમદાવાદમાં હજુ પણ હીટવેવની સ્થિતિ જોવા મળશે.
અમદાવાદામાં ગરમીના કારણે બીમારીમાં પણ વધારો થયો છે. હિટ સ્ટ્રોક સહિત છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા દર્દીની સંખ્યા વધી છે. વડોદરામાં અસહ્ય ગરમીની બિમારીને લઈને મોતનો સિલસિલો યથાવત છેયછેલ્લા 24 કલાકમાં ગરમીની બિમારીને લઈને વધુ બે વૃદ્ધોએ ગુમાવ્યા જીવ..તો છેલ્લા ચાર દિવસમાં 15 લોકોના થયા છે. સન સ્ટ્રોકના કારણે છેલ્લા ચાર દિવસમાં 108 એમ્બ્યુલન્સને 30 કોલ મળ્યાં છે.
હીટ વેવને કારણે ભારતમાં સૌથી વધુ મૃત્યુ, 2050 સુધીમાં સ્થિતિ વધુ વણસી શકે છે
દિલ્હી અને એનસીઆરમાં ગરમીનું મોજુ યથાવત છે. સ્થિતિને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર ભારતમાં હીટવેવ જીવલેણ બનવા લાગી છે. યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, જો આપણે 1990 થી 30 વર્ષના ડેટા પર નજર કરીએ તો, સમગ્ર વિશ્વમાં હીટવેવને કારણે 1.53 લાખથી વધુ લોકોના મોત થયા છે. તેમાંથી સૌથી વધુ મોત ભારતમાં થયા છે. હીટવેવથી થતા મૃત્યુમાં ભારતનો હિસ્સો 20.7 ટકા છે. અભ્યાસમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે વિશ્વભરમાં હીટવેવને કારણે થયેલા મૃત્યુ પૈકી અડધા એશિયામાં નોંધાયા હતા. નેચર જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, 2023 છેલ્લા 2 હજાર વર્ષોમાં સૌથી ગરમ રહેશે. વધતી ગરમી માટે વૈજ્ઞાનિકો ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ગણાવી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો વધતા તાપમાનને નિયંત્રિત કરવા માટે સમયસર વ્યવસ્થા કરવામાં નહીં આવે તો 2050 સુધીમાં કરોડો વૃદ્ધ અ બીમાર લોકોના જીવન મુશ્કેલીમાં મુકાઈ શકે છે.