શોધખોળ કરો
Advertisement
અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતાં પહેલા સાવધાન થઈ જજો! જાણો કેમ
અમદાવાદમાં આજે ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. પારો 45 ડિગ્રીની ઉપર રહેવાના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં આજે ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. પારો 45 ડિગ્રીની ઉપર રહેવાના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. AMC દ્વારા અમદાવાદમાં ચાલતી તમામ કન્સ્ટ્રક્શન સાઈટો પર બપોરે 12થી 4 દરમિયાન કામગીરી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
તેમજ કામદારો માટે છાશ તથા પાણીની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. કોર્પોરેશન અને ટ્રાફિકની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક તપાસ કરી શકે છે અને જો સૂચના મુજબ કામગીરી નહીં હોય તો વહીવટી દંડ વસૂલ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ પ્લાન એક્શન અંતર્ગત જરૂરી સૂચના બહાર પાડવામાં આવી છે. કોર્પોરેશનનાં સફાઈ કર્મીઓ બપોરે 3 વાગ્યાની જગ્યાએ સાંજે 5 વાગે કામ કરશે. તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7 વાગ્યા સુધી ચાલું રાખવા અને હોસ્પિટલમાં બપોરે 2થી 4 છાસ વિતરણ કરવું. શહેરમાં બે ટાઇમ પાણી મળે તે પ્રકારે આયોજન કરવાની સૂચનાઓ અપાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion