શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ઈસ્કોન, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ
શહેરના સાયન્સ સીટી, ઘાટલોડિયા, ગુરુકુળ રોડ, ઈસ્કોન, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
અમદાવાદ: અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના સાયન્સ સીટી, ઘાટલોડિયા, ગુરુકુળ રોડ, ઈસ્કોન, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદમાં વરસાદ થતા લોકોને બફારા અને ગરમીથી રાહત મળી છે.
શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ધીમીધારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. રિવરફ્રંટ, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યું છે. તેના કારણે ચોમાસુ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત મોન્સૂન ટર્ફ અને બંગાળ તેમજ ઉત્તરપ્રદેશના બે સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ચોમાસુ શ્રેષ્ઠ સ્થિતિમાં પહોંચ્યું છે. બંગાળની ખાડીનાં પશ્ચિમ કાંઠે લો-પ્રેશર સક્રિય થવાના કારણે 27થી 31 જૂલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement